________________
૨૪
સ્થળે બેલવાને ઉદ્દેશ એટલો જ છે કે છેવટને મુકામ નજર આગળ દઢ કરીને રાખવાથી સાહિત્યસૃદ્ધિનું આપણું કામ સરસ ફળદાયક નિવડશે. | ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરનારાઓએ એક વાત હમેશા યાદ રાખવાની છે. ગુજરાતી ભાષા એ કંઇ એક ધર્મવાળાની કે એક જાતવાળાની કે એક નાતવાળાની ભાષા નથી, પણ ગુર્જર ખંડને માતૃભૂમિ માનનાર હરેક નરનારીની તે માતૃભાષા છે. હિંદુ, જૈન, મુસલમાન, પારસી, ખ્રિસ્તિ અને બીજા અન્યધર્મવાળા જે ગુજરાતમાં વસે છે તેઓ સર્વ ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા તરીકે સ્વીકારે છે. આગળ ગમે તેમ હશે પણ હાલ બ્રાહ્મણ ઉપરાંત ઈતર બધી વર્ણના અને તેમાં ગ્રન્થ રચે છે. કેટલાક મુસલમાને ને પારસી ભાઈઓની શુદ્ધ સરળ ને લૌકિક ગુજરાતી વાણી જોઈ આપણને આશ્ચર્ય સાથે હરખ થાય છે. માટે આપણી ભાષાની ખીલવણુ માટે સાહિત્યકારે જેમ બને તેમ બહેળામાં બહોળા વર્ગને ગુજરાતી ગ્રન્થને લાભ મળ ઘટીત છે તે વાત નિરંતર સ્મરણમાં રાખવી જોઈએ દરેક જણને પિતાને રૂચે તેવા શબ્દ વાપરવાને હકક છે, પણ એવા પિતાના પંડના તુરંગને વળગી રહેવાથી આપણા દેશી ભાઈઓની સેવા કરવાને જે સાહિત્યને મહાન આશય હમેશ હોય છે, તે ફળીભૂત થાય છે કે નહિ, તે દરેક શાણા પુષે વિચારવું જોઈએ. સરળ, રસદાર ને સર્વને સમજાય એવી ભાષાથી આપણુ વાંચકોને વધારે ગુણ થાય એ ઉઘાડું છે. આ સાધારણ સૂચનાઓ આપ સર્વે ભાઈઓના આગળ વિનય પૂર્વક મૂકવામાં આવે છે તે વિષે પુખ્ત વિચાર થ ઘટીત છે એમ મને દીસે છે. કેટલીક વિશેષ સૂચનાઓ કરવાને પણ આ સારે તાકડે છે એમ જુણી તે પણ મૂકવા છૂટ લઉં છું.
ગુજરાતી કોશની ખામી આજ લગી ચાલી આવી છે એમાં ગુજરાતની આગેવાન ગણાતી સાહિત્ય મંડળીની શોભા ન કહેવાય હવે એ કામ ઉપાડી લેવાને પ્રયાસ શરૂ થવા ઠરાવ થયો છે, તે સંતોષની વાત છે.
સારું મળે નહિ ને ખોટું ગમે નહીં' એ કહેવત પ્રમાણે આજ લગી આપણી દશા હતી. હવે નિશ્ચય થયો છે કે વિભાગ વિભાગથી કામ કરવા માંડવું, ને બધા વિભાગ પૂરા થયેથી, પછી બધાને ગાળી નાંખી એક પુરું પુસ્તક બનાવવું, એ મને દુરસ્ત લાગે છે. એકદમ મોટે પાયો નાંખી ગંજાવર ઇમારત શરૂ કરવી ને પછી પૈસા ખૂટવાથી કે કારીગર ન મળવાથી તેવી ઈમારત વરસનાં વરસ લગી રઝળે એમ કર્યા કરતાં થોડા છેડા ભાગ