________________
૨૪૩
વધારે જોખમના કામની લાયકીતા હક્ક કરી શકીશું નહિ. અધા સભાસદોએ આ લક્ષમાં રાખવું જોઇએ.
સાહિત્યની વૃદ્ધિ ધણી ખરી હાલ એકદેશી થાય છે એવા ખુમાટ છે. આ મંડળ કાળના પ્રબળ અભિપ્રાયા ઉપર વિચાર રાખી તેમાં વખતા વખત પુરતી કરતું આવે છે, પણ સાહિત્યના અર્થ બહેાળા કરવા જોઇએ, એટલે માસના સ જાતના લેખિત વિચારને તેમાં સમાવેશ કરવા જોઇએ. એમાં સાચ થયાથી દેશને એટલે અર્થાત સાહિત્યને પણ હાનિ પહોંચવાના ભય રહે છે.
વળી સાહિત્યના વહેળાના પ્રવાહને વાળતી વખત આપણા દેશના -કલ્યાણમાં ઉય ઉપરજ નજર રાખવી જોઇએ. અનુકરણ કે નકલ કરવાની પૂર્વ કાળમાં ઘેાડી જરૂર હશે પણ હવે તે માત્ર આપણા દેશ અને લેાકના કલ્યાણુ તરફ નજર રાખી વિવેકબુદ્ધિ વાપરી જે કરવાનું યોગ્ય તેજ સ્વીકાવું જોઇએ, તે હલકા અવિચારના અનુકરણને પરહરવું જોઇએ. અનુકણુ એટલે આંધળી નકલથી થોડા કાળ ધણેા લાભ થાય છે પણ તેથી વિચાર દહાડે દહાડે મન્દ થાય છે, તે આપબળ પણ ઢીલું પડે છે. વિચાર ને આપબળ એ એ હરેક ઉદયના માટા સ્તંભ છે.
સાહિત્યની વૃદ્ધિના પ્રશ્નને આપણા દેશની બધી જાતની કેળવણી જોડે નિકટ સબંધ છે. કેળવણીમાં આપણે આપણું નિશાન પ્રથમ નક્કી કરવું જોઇએ, ને તે ઉપર નિરંતર નજર રાખીને આગળ ચાલવું જોઈએ. જન સમસ્તની કેળવણી, ઉચ્ચ કેળવણી, સ્ત્રીકેળવણી, ને કેળવણીના દ્વાર રૂપ ભાષા એ વિષે મારા અલ્પ વિચાર મે ઉપર દર્શાવ્યા છે. પણ એ બધી કેળવણીનું છેવટ ફલિત આપણે શું આદરવું તે નક્કી કરવું જોઇએ. આપણા શ્લોકા ઉદ્યાગે, બુદ્ધિએ, રાજ્યકારભારમાં તથા સંસારના સર્વ સુખમાં જગ•તના બીજા બળવાન લેાકેાના જેવા અથવા તેથી ચઢીઆતા થાય એ આપણું. અંતિમ નિશાન છે. એવું નિશાન રાખીને તથા સબુરી, શાંન્તતા ને અતિશ્રમથી પ્રયાણ કરવાથી આપણેા ઉદય થશે. જમન દેશે ગઈ સાડીમાં એ પ્રમાણે કરવાથી હાલની ઉત્તમ સ્થિતિને તે પામ્યા છે, તે જાપાન પણ ગયા અ` સકામાં તેજ રસ્તે ચાલીને ઉત્કૃષ્ટ ફળ કમાયા છે. આપણું મંડળ પણ એ તરફ ઉદ્દેશ રાખશે એમાં શક નથી, સાહિત્યનું સુકાન દેશકાળના વાતાવરણના પવન પ્રમાણે કરે છે, ને ફર્યાં વગર રહે નહી. ગયાં સાફ વરસમાં આપણા મ`ડળની દિશા એ પ્રમાણે બદલાતી ગઈ છે; પણ આ