________________
આપ સર્વને માલમ છે એમાં કંઈ ખેડ ખાંપણુ કે ખમી નથી, એમ કહેવા કોઈ માગતું નથી. સાઠ વરસ જેવા લાંબા કાળમાં કંઈ પણ ભૂલ થઈ નહિ હોય એમ કહેવાની કોઈ શો માણસ હિંમત ધરે નહિ. કરવાના કામ રહી ગયાં નથી એમ પણ ડોળ કેમ કરી શકાય ? જે થયું છે તે બધું પરિપૂર્ણ ને દોષ રહિત થયું છે એમ પણ કહેવું યથાર્થ નથી. જે જે પુસ્તકે રચાયાં છે, તેથી સારાં થઈ શકતજ નહિ, એ દા પણ ભાગ્યેજ કરી શકાય. કેટલાંક મેટાં કાર્ય, જેમ કે ગુજરાતી ભાષાને કે, ગુજરાતી ભાષાનું વ્યાકરણ, તેમજ જોડણીના નિયમ હજુ કરવાં બાકી છે, તે સાઈટીના કાર્ય કરનારાઓ સારી પેઠે સમજે છે. મૂળ ગ્રંથે એટલે જેને original works કરીને કહે છે તેને તે હજુ પ્રવેશ થયો નથી, એ પણ નમ્રતા સાથે કબૂલ કરવું પડશેજ. આવી રીતે કરણીમાં ને વર્તન રૂપમાં ઘણું ન્યૂનતા છે એ કાર્ય કરનારાઓની. જાણ બહાર નથી; પરંતુ સુજ્ઞ ને મિત્રભાવથી ટીકા કરનારને બે બેલ કહેવા અપ્રસંગો નહિ ગણાય. ગયાં સાઠ વરસમાં જે જે દેશપકારી પુરૂ
ના હાથમાં આ મંડળનું સૂત્ર આવી ગયું છે તે બધાને એકાલીન ગણવા ગ્ય નથી. પ્રારંભમાં તે થોડા આદમીને આ કામ સારૂ એકઠા. કરવા એ મુશ્કેલી ભરેલું હતું. કેળવણી છેક બાલ્યાવસ્થામાં હતી, ને યુરોપીય સગ્રહથેના આશ્રય ને દોરીની ઘણુ જ જરૂર હતી. મંડળ ઉભું કરીને ચલાવવું તથા તે વખતના ચાલતા વહેમ ને કુચાલને દૂર કરવા એ ઉદ્દેશે તે કાળે મુખ્ય હતા, માટે ભૂતનિબંધ, જાદુ વિષે નિબંધ, બાળવિવાહ નિબંધ, વગેરે રચવામાં ને બુદ્ધિપ્રકાશને વખતે વખત પ્રગટ કરી લેઓમાં સદ્વિચારને પ્રસાર કરવાના ઉદ્યોગમાં લગભગ ૨૦ વર્ષ સુધી આ મંડળના પ્રયાસ હતે. વળી નાણાં સંબંધી સ્થિતિ સુધારવી એમાં પણ વ્યવસ્થાપકને કેટલોક કાળ જ. આ શહેરમાં સૈથી પ્રથમની પુસ્તકશાળા આ મંડળે કાઢી, ને શેઠ હીમાભાઈ વખતચંદે ઉદારતાથી, બક્ષીસ આપી મકાન બંધાવ્યું ત્યાં લગી એ પુસ્તકસંગ્રહ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની લાઈબ્રેરીના નામથી ઓળખાતા, વિશ્વવિદ્યાલય એટલે યુનિવર્સિટિની સ્થાપના પછી અંગ્રેજી વિદ્યાને જેમ જેમ બહોળો પ્રસાર થતો ગયો તેમ તેમ અંગ્રેજી વિદ્યાના ભંડારને ગુજરાતી ભાષાંતરના રૂપમાં ગુજરાતી પ્રજાની સમક્ષ લાવવાનો પ્રયત્ન ચાલુ થયો છે, તે દિશાએ હજુ સોસાઈટીને ઉદ્યોગ ચાલ્યા કરે છે. મરેઠી ને બંગાળી ભાષામાં સારાં, પુસ્તકો રચાય છે, તેને પણ યોગ્ય રૂપમાં ગુજરાતી વાંચકો આગળ મૂકવામાં