________________
૧૩૩
એ વિષે એમના વિચાર। આપણને સાસાટીના હીરક મહેાત્સવ સમયે એમણે આપેલાં વ્યાખ્યાનમાં પ્રાપ્ત થાય છે. સાહિત્યના અભ્યાસીએ તે તે અવશ્ય વાંચવું જોઇએ; તે જેમ વિચારપ્રચુર તેમ લાંબા અને પરિપકવ ચિંતન અને અનુભવને પાક છે.
ત્રીજી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ નિમાયા હતા. એ સ્થાનેથી આપેલું એમનું વ્યાખ્યાન એવુંજ મનનીય માલુમ પડશે.
લગભગ ૧૩ વર્ષ તેઓ સાસાટીનાં પ્રમુખ રહ્યા, તે કાળ દૂરમિયાન સાસાઇટીનું કાં પ્રગતિમાન રહ્યું હતું. એમની સલાહ અને સૂચના કમિટીને બહુ કિમતી થઈ પડતાં. અંગત અનુભવ ઉપરથી અમે કહીશું, કે એમના જીવનનાં છેલ્લા ચાર વર્ષ એમના હાથ નીચે અને એમની સૂચના અને દેખરેખ હેઠળ કામ કરવાની જે તા સાંપડેલી, જે અનુભવ અને જ્ઞાન અમને પ્રાપ્ત થયાં તે અમને વનમાં બહુ મદદગાર નિવડયાં છે. એમની પાસે રહીને કામ કરવામાં જેમ આનદ પડતા તેમ એમના વ્યક્તિત્વના પ્રભાવથી તેમના માટે અમને અનહદ માન ઉપજતું. એવા પ્રતાપી પુરુષા આજે વિરલ છે.
冬