SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ મેનેજીંગ કમિટીના એક સભ્ય તરીકે એમની હાજરી અને મદદ બહુ ઉપયોગી થઈ પડે છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળાના અંગે વૈદ્ય કવિ દુર્લભજી શ્યામજી છે, કેફનિષેધપર અને શાસ્ત્રી નારાયણ ગીરધર ઠાકરે, “સાર્વજનિક આરોગ્ય અને મદ્યપાન નિષેધ” એ વિષય પર ઈનામી ભાષણ આપ્યાં હતાં. વળી . ચુનીલાલ ત્રિભુવનદાસ બહેરાવાળાનું “શહેરની આરોગ્યતા” એ વિષય પરનું અને ડે. ધનજીભાઈનું “મરકી' વિષેનું વ્યાખ્યાન, એ બંને ઉપયોગી માહિતી રજુ કરે છે. ડો. હરિપ્રસાદ ડાહ્યાભાઈએ “દારૂ અને તેની તન, મન અને ધન પર થતી અસર’ એ નામનું પુસ્તક ઈગ્રેજી પરથી લખી આપ્યું હતું, અને “મા અને દીકરી” એમનું બીજું પુસ્તક, જે કે બીજા ફંડમાંથી લખાયેલું, એમની ઝીણવટભરી નજરની આપણને ઝાંખી કરાવે છે. ડો. ધનજીશાએ જનતામાં આરોગ્યનું જ્ઞાન ફેલાવવાનું કાર્ય પોતાના જીવનકાર્ય તરીકે લાંબા સમયથી ઉપાડી લીધું છે; અને એ ઉદ્દેશથી લખાએલાં એમનાં પુસ્તક પુષ્કળ મળી આવશે. તેમાં સ્ત્રીઓ માટે તૈયાર થયેલું એમનું “ગર્ભપષણ અને સુવાવડ” પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે. ઈસ્લામી લેખકોમાં બેનાં નામે મળી આવે છે. શાહપુરના મહેતાજી નનામિયાં રસુલમીઓ અને ખા. બા. મેહબુબમિયાં કાદરી. નનામિયાંની મનગમતી સ્ત્રી” એ એક મરાઠી પુસ્તકને કવિતામાં અનુવાદ છે; અને “ઇસ્લામમાં ભરતીઓટ" જાણતા ઉર્દૂ સાયર હાલીના ગ્રંથને તરજુમે છે અને તે વાંચવા જેવો છે. એજ વિષય ચર્ચાતું “મુસલમાનોની ચડતી પડતીને ઇતિહાસ’ એ નામનું પુસ્તક ખા. બા. કાદરીએ ઉદુમાંથી ઉતાર્યું હતું અને મુસ્લીમ બંધુઓને તે પ્રોત્સાહક માલુમ પડશે. મૂળ ફારસી પરથી ફારસી સાહિત્યના એક ઉત્તમ ગ્રંથ અખલાકે હિસીનીનું ભાષાતર દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કર્યું હતું. એક હિન્દુ ફારસી સાહિત્યમાં પારંગત હોઈ તેનો લાભ આપણને આપે એ બનાવ જ આપણે મગરૂરી લેવા જેવો છે; અને એ પુસ્તકને પ્રકાશનથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે, એ વિષે બે મત હોય જ નહિ. ચરિત્રગ્રંથોમાં હિંદના હાકેમ-Rulers of India એ નામની ગ્રંથમાળામાંના મુખ્ય મુખ્ય પુરતના જુમા કરાવવાની તજવીજ થઈ હતી; પણ એજ કાર્ય મુંબાઈને “ગુજરાતી પ્રેસ તરફથી શરૂ કરવામાં આવ્યું
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy