________________
૧૮૪ પરથી એમણે તે તૈયાર કર્યો હતો. એમને બીજે નિબંધ “તંબાકુ અને ભાંગનાં માદક તત્ત્વ' એ નામને હતે. એમનું એ વિષયનું નિરૂપણ જેમ માહિતીપૂર્ણ તેમ આધારભૂત જણાશે. ડે. જેફની એવી પ્રકૃતિ છે કે જે વિષયને હાથમાં લે, તેને પૂરેપૂરે છણે, તેમાં ઉંડા ઉતરીને, તેને ઘટતે ન્યાય આપે. અમદાવાદના આરોગ્યને પ્રશ્ન એમણે બહુ ઝીણવટથી અવલો છે; અને મદ્યપાન નિષેધની હિલચાલના તેઓ મુખ્ય સંચાલક છે. એ વિષેને એમને અભ્યાસ જેમ બારીક તેમ વ્યાપક છે; એટલું જ નહિ પણ તે વિષેના એમના અભિપ્રાય વિશ્વસનીય ગણી શકાય.
એઓ જાતે બેની ઇઝરાઇલ કેમના છે. એમને જન્મ તા. ૨૨ મી સપ્ટેમ્બર સન ૧૮૬૩ના રોજ ધારવાડમાં થયું હતું. પ્રથમ તેઓ સરકારી મેડિકલ સર્વિસમાં જોડાયેલા; પણ તે નેકરી અનુકૂળ નહિ આવવાથી તેમાંથી રાજીનામું આપીને તેમણે અમદાવાદમાં ખાનગી પ્રેકટીસ શરૂ કરી હતી. આજે તેમની પ્રેકટીશ બહળી છે અને આગેવાન ડોકટરમાં એમની ગણના થાય છે. એમના સબ-આસિ. સર્જનના હક્ક અને હિતના રક્ષણ અર્થે તેઓ ઘણી ચીવટ રાખે છે. સબ આસિ. સર્જનેની એક સંસ્થા સ્થપાએલી છે, તેના એક અગ્રેસર કાર્યકર્તા અને નિયામક તરીકે એમની સેવા બહુ કિમતી જણાઈ છે, અને તેની કદર એ મંડળે એમના નામને એક સુવર્ણચંદ્રક સ્થાપીને કરી છે, તે એમની લાયકી અને લોકપ્રિયતા દર્શાવે છે અને એમની એ પ્રતિષ્ઠાને લઈને મુંબઈની મેડિકલ કોન્સિલના એક સભ્ય તરીકે એ કેટલાક સમય સુધી ચુંટાયા હતા. સ્વકમ માટેની એમની સેવા એટલી જ ઉત્તમ છે અને એમના જાતિભાઈઓએ બબ્બેવાર કોમની પરિષદના પ્રમુખ તરીકે પસંદ કરીને એમને અપૂર્વ ભાન આપેલું છે. અમદાવાદ શહેરની ઘણુંખરી સાર્વજનિક સંસ્થાઓમાં તેમનો સંબંધ ચાલુ છે અને અમદાવાદ મ્યુનિસિપાલીટીમાં જ્યારે તેઓ કોન્સિલર હતા ત્યારે એમના વિચાર અને અભિપ્રાય કિંમતી થઈ પડતા. સન ૧૯૦૩ માં સરકારે એમણે દુકાળ વખતે જે સંગીન કાર્ય કર્યું હતું તેની કદર સર્ટિફિકેટ ઓફ મેરીટ આપીને કરી હતી, પરંતુ આ સર્વ સેવાકાર્યોમાં એમનું મહત્વનું કાર્ય મદ્યપાન નિષેધની પ્રવૃત્તિનું છે. એ પ્રવૃત્તિના તેઓ પ્રાણ છે અને છેલ્લા ૪૦ વર્ષથી અમદાવાદ મદ્યપાન નિષેધ મંડળ એકનિષ્ઠાથી અને નિયમિત રીતે તેઓ ચલાવી રહ્યા છે. એ વિષયમાં એમની ચિવટ અને ખંત જોઇને કેઈને પણ માન ઉપજ્યા વિના રહે નહિ. સોસાઈટી સાથેન એમને સંબંધ બહુ જુને છે;