SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ રાવસાહેબ મહીપતરામ રૂપરામ ઓનરરી સેક્રેટરી, ગુ. વ. સાઈટી, અમદાવાદ, મહેરબાન સાહેબ, સલામ સાથે નમ્રતાપૂર્વક વિનતિ કે આપણું સસાઈટી ગુજરાતી ભાષાની અભિવૃદ્ધિને માટે સ્થાપના થઈ છે. અને એના બીજા ઉદ્દેશની સાથે આપણે પ્રજા અને ભાષાના ઇતિહાસની શેધ પાછળ તેણે પોતાની વૃત્તિ અને સંપત્તિ લગાડવાને છે એમ મારું સમજવું છે. આજ ઉદ્દેશથી આપણી સોસાઈટીના પુસ્તક સંગ્રહમાં આ બાબતને લગતાં સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષાનાં લિખિત પુસ્તકને સંગ્રહ કરવામાં આવ્યો છે. અને જેમ મળતાં જાય છે તેમ નવાં પુસ્તકમાં સંઘરવામાં આવતાં જાય છે. આવાજ કાંઈ ઉદ્દેશથી શાસ્ત્રી વ્રજલાલને હાથે ગુજરાતી ભાષાના ઇતિહાસને ઈનામી નિબંધ લખાવવામાં આવ્યો હતો. અને આવાજ હેતુથી ગૂજરાતી ભાષાના કવિની કવિતાને સંગ્રહ સરકારે કાવ્યદેહન રૂપે છપાવ્યો ત્યારે તેમાં આપણે કવીશ્વર દલપતરામ હસ્તક તેમાં મદદ આપવામાં આવી હતી. પણ ગૂજરાતી પ્રજા અને ભાષાના ઈતિહાસ સંબંધી જેવો પરદેશીઓથી શોધ થયું છે તે શોધ કરવાને આપણી સંસાઈટી શકિતમાન થઈ નથી. અને કદાચ તેને માટે જોઈએ તેવો પ્રયત્ન પણ કવચિતજ થયો હશે અને થયો હશે તે વિરલજ. આપણું એસાઈટીએ આ બાબતમાં મુંબાઈ, કલકત્તા, વિલાયત આદિની રોયલ એશિયાટિક સોસાઇટીઓ અથવા યૂરેપ અમેરિકાની ઓરિવંટલ સાઈટીઓને દાખલે લેવો જરૂરી છે. અને તેનું રૂપ તેણે પકડવું ઘટે છે. તેને માન મરતબે, તેની પ્રતિષ્ઠા અને તેની ઉપયોગિતા એટલી બધી વધારવી જરૂર છે કે એમ નહિ કે આપણે કેઈને મેંબર થાઓ એમ કહેવા જવું પડે. પણ બીજા વિદ્વાન આદિ જને પિતાની મેળે મેંબર થાય અને તેમ થવામાં પિતાને માન સમજે. આમ થવાને સારુ તેને કંઈક પશ્ચિમની વિદ્યા અને સુધારાને રંગ દેવો ઘટે છે. વળી આપણી સોસાઇટીને મોભાદાર અને વજનદાર કરવાને આપણા પ્રશસ્ત વિદ્વાનને ઓનરરી મેઅર કરવા ઉચિત છે. જેવા કે ૧. પંડિત
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy