SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ સંખ્યાબંધ એમના લેખે બુદ્ધિપ્રકાશમાં લખેલા મળી આવે છે. ગઈ સદીની છેલ્લી વીસીમાં એમની સાહિત્ય પ્રવૃત્તિ મહાત્વાકાંક્ષાભરી અને આગળ પડતી તેમ મહત્વની અને નવી નવી માહિતી આપનારી હતી. તે પ્રવૃત્તિ એટલી પ્રતિષ્ઠાવાળી જણાઈ હતી કે એમને સ્ટોકહોમમાં ભરાયેલી પર્વાત્ય પરિષદમાં વડેદરા રાજ્યના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા હતા. મુંબઈ યુનિવર્સિટી તરફથી વિલ્સન ફાઈલોલોજીકલ વ્યાખ્યાને આપવાનું માન મેળવનાર એ પહેલા ગુજરાતી હતા; તેમ મુગ્ધાવધ ઓક્તિક અને ભૂમિતિનાં સંસ્કૃત પુસ્તક પ્રતિ વિદઠર્ગનું ધ્યાન ખેંચવાને યશ એમને છે. ભૂમિતિનું પુસ્તક એમના અવસાન બાદ સ્વર્ગસ્થ કમળાશંકરે મુંબાઈ સંસ્કૃત સિરિઝમાં એડિટ કર્યું હતું; અને મુગ્ધાવબોધ ઐક્તિકને હરિલાલે પ્રાચીન રત્નમાળા” એ નામથી એક ગ્રંથમાળા પિતા તરફથી છે, તે માળાના પ્રથમ રત્ન તરીકે પ્રસિદ્ધ કર્યું હતું, તેમાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય વિષે કેટલાંક ચર્ચાપત્રો અને લેખે એમણે મુંબાઈના વર્તમાનપત્રમાં લખેલા તે પણ ભેગા થયા હતા. કંઈક નવીન માહિતી કે લેખ ઉપલબ્ધ થતાં, તેઓ તેના પ્રકાશન માટે બહુ અધીરા થઈ જતા; અને એમના એ ઉતાવળા સ્વભાવને લઈને મુગ્ધાવધ ઓક્તિકને એક જુના ગુજરાતી વ્યાકરણ તરીકે એમણે પરિચય કરાવ્યો હતો, તેમજ તેમાંના “ઐક્તિક” શબ્દને ભૂલથી “નૈતિક” શબ્દ વાંચ્યો હતો. વસ્તુત તે પુસ્તક બાળકોને શિખવવાનું ગુજરાતી પર્યાયવાળું સંસ્કૃત વ્યાકરણ હતું. એ ભૂલની સાક્ષરશ્રી નરસિંહરાવભાઈએ તેજ વખતે ઈન્ડિયન એન્ટીકવેરી (Indian Antiquary) નામના અંગ્રેજી માસિકમાં સખ્ત ખબર લીધી હતી; અને દી. બા. કેશવલાલભાઈએ પણ એ ગ્રંથની સમાલોચના બુદ્ધિપ્રકાશમાં કરી હતી. તે લેખ આપણી ભાષાના અભ્યાસીએ વાંચવા જેવું છે. હરિલાલભાઈ આ પ્રમાણે સાહિત્યાકાશમાં એક મોટા ગ્રહની પેઠે : ખૂબ પ્રકાશમાન અને ઝળહળતા હતા અને સંસાઈટી માટે એટલું બધું મમત્વ ધરાવતા કે તેની પ્રતિષ્ઠા વધે એવાં કાર્યો ઉપાડી લેવા તેઓ વારંવાર ઓનરરી સેક્રેટરીને સૂચનાઓ લખી મોકલતા. એવો એક પત્ર મુંબાઈ સંસ્કૃત સિરિઝના ધોરણે પ્રાચીન ગુજરાતી કાવ્યમાળા સોસાઈટી તરફથી શરૂ કરવા તેમણે લખ્યો હતે, તે પ્રસ્તુત વિષયના અંગે તેમ બીજી રીતે મનનીય હોઈ તે આખો આપ્યો છે. • બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૧ ૫. ૧૭૦.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy