________________
૧૦૧ ઇગ્લાંડથી પાછા ફર્યા બાદ મહીપતરામનાં બૈર્ય અને હિંમતની કસોટી થવા માંડી. એમની સાથે સંસર્ગ રાખ્યાના કારણે સગા સંબંધી અને અન્ય સ્નેહીઓની સ્થિતિ કફોડી થઈ ન પડે એ આશયથી તેઓ શરૂઆતથી જ્ઞાતિએ એમને નાત બહાર મૂકેલા હોવાથી જુદુ ઘર રાખીને રહ્યા હતા. એ પ્રસંગને આલેખતાં, તેઓ કહે છેઃ
મારા બાપ તથા મારી પત્ની મારી જોડે રહેવાને તૈયાર થયાં. મેં બેઉને ના કહી. પિતા ઘણા વૃદ્ધ હતા. તેમને મેં બહુ સમજાવી મારા કાકા કાકીની એકઠા રાખ્યા, પણ મારી પ્રાણપ્રિય ભાર્યાએ મારી સલાહ ન માનતાં કહ્યું કે મારે મરવું, જીવવું, દુઃખ સુખ જે થાય તે તમારી સાથે. મારે નાતને ખપ નથી, તમારે ખપ છે.”x
તે પછી તેઓ અમદાવાદ આવ્યા, અહિ આગેવાન શહેરીઓએ જાહેર મેળાવડે કરી એમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. એ આખાય પ્રસંગ ઐતિહાસિક અને સમકાલીન સમાજના વિચાર અને લાગણીનું નિરુપણ કરતે હોઈને તેનો સમગ્ર અહેવાલ પ્રસ્તુત પ્રકરણના અંતે પરિશિષ્ટ પ માં જે છે.
એવામાં એમના પિતા સ્વર્ગવાસી થયાના સમાચાર મહીપતરામને મળ્યા. તે વખતે એમને પુત્ર માંદો હતા તેમને લઈને તુરત તેઓ સુરત જવા નિકળ્યા. તે પછીને વૃત્તાંત એમના જ શબ્દોમાં આપીશું
“નાતને કોપરૂપી અગ્નિ ધૂંધવાઈ રહ્યો હતો તેને એ વેળા ત્યાં , ભડકે થયે. પ્રથમ મારે માટે વિચાર કરવાને સુરતના નાગર ગૃહસ્થની. નાત ત્યાંના બાલાજીના દહેરામાં મળી તે વારે મારા મિત્રોના સામા થવાથી મને નાતબહાર મૂકવાનો ઠરાવ થઈ શક્યો ન હતો. આ વેળા મારા સામાવાળીઆની મદદે ભિક્ષુક વર્ગ ધાયો. મારા ગોરે દશમાની, અગીઆરમાની અને બારમાની ક્રિયા કરાવવાની ના કહી અને બધા બ્રાહ્મણે સંપ કર્યો કે જે મને ક્રિયા કરાવે તેને નાતબહાર મૂકો. એમ અહિ ગાડું અટકયું. આખી નાતમાં અને બીજી વાતોમાં હે હે થઈ રહી. હું ઈગ્લાંડથી આવ્યો ત્યારે મારા દર્શન કરવાને લેક આવતા, અને રસ્તેથી જતો હોઉં તે વારે મને જોવાને બૈરાં ઘરમાંથી બારીએ ને એટલે દોડી આવતાં, આ વેળા ઠામ ઠામ માણસોના ટોળાં મળી મારી વાતો કરે. મારા ઘરમાં ન ઉતરતાં પાડોશીનું ઘર ભાડે રાખી તેમાં હમે ઉતર્યા હતાં. કોઈએ વાત
* પાર્વતી કુંવર આખ્યાન, પૃ. ૧૫