SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઈંગ્લાંડના પ્રવાસનું એમણે એક પુસ્તક રચ્યું છે. જેમને તે વાંચવાને સમય ન હોય તેમને, ઈગ્લાંડથી પત્રો મહીપતરામે “બુદ્ધિપ્રકાશ' માટે લખી મેકલ્યા હતા તેનું વાચન ઉપયોગી થશે. ચોથે પત્ર એક નાગરિક મિત્રને તેમના પ્રશ્નોના ઉત્તર રૂપે મહીપતરામે લખ્યો હતો, તેમાંને છેવટને ભાગ મનનીય હેઈને અહિં ઉતાર્યો છેઃ જ્યાં સુધી આપણે ઘેર બેશી રહીશું ત્યાં સુધી આપણા દેશની હાલત ફેરવવાની આશા રાખવી નહિ. હું ગયો માટે બીજાને ભરમાવી તેડવાની વાત નથી કરતે, ને આપણી જાતના લોકને છેતરવાને આ લખતે નથી. હું આપણા દેશના ભલાને સારૂ અજમાએશ કરવાને ગયો છું ને મારા જેવામાં જે આવે છે તે લખું છું. મને નાતની તરફથી એ સારૂ કામ કરવામાં જે દુઃખ પડશે, તેને મેં આગળથી વિચાર કર્યો છે ને તે ખમવાને રાજી છું. એવું દુઃખ સહ્યા વગર દેશનું સારૂ થતું જ નથી, આપણું દેશમાં જે બીજા દેશમાં એવા કારણસર બીજા મહાપુરૂષોએ જે દુઃખ પોતાના દેશિ તરફથી વેઠયાં છે, તેમની આગળ હું તથા મને જે નાતની તરફથી દુ:ખ પડશે, તે કાંઈજ ગણતીમાં નથી. આપણ નાતના લેકને છેતરીને તેમને વટાળવાને કે નાતમાં કજિયો ઘાલવાને હું બિલકુલ ચાહાત નથી, આપણ નાતના કેટલાક વિદ્વાન, જ્ઞાની, સ્વદેશાભિમાની અને તેની જોડે મોટા દરજજાના તથા ધનવંતા છે, તેઓના હાથમાં દેખાડવાનું છે કે આપણું અને બધા હિંદુઓની એક મેટી બેડી ભાગી કે નહિ, અગાઉના કાળમાં આપણા લોક પર મુલક જતા નહિ તે ઠીક હતું. કેમકે મુસલમાને તથા ફિરંગિયો જુલમથી વટાળતા હતા, માટે તે વેળા એ ચાલ આપણા ધર્મની ઢાલ હતી પણ હાલ તે આપણું બેડી થઈ છે. તેનાં કારણ મેં ઉપર લખ્યાં છે. હું અહંકાર કરતા નથી પણ જે ખરું છે તે લખું છું કે આપણું જ્ઞાતી ગુજરાતમાં ને કાઠિયાવાડમાં સૌથી આગેવાન છે, અને તેમને એ મોટા કામમાં આગળ પડવું જોઇયે. આપણ નાતના અજાણ્યા માણસ આગળ ભણેલા, ને સારાનું નહિ ચાલે તે આખી નાતને લાંછન લાગશે, મને હરકત કરે, સુધારાને ઉગતે સય ઉભું રહેવાનું નથી. ભરતી આવવા માંડી છે તેનું બળ હજી થોડું છે પણ તેને કોઈ અટકાવી શકવાનું નથી. જે ખારવા ભરતી અને પવન સંજોગે વહાણ હંકારે છે તેઓ જ જલદી અને સહી સલામત બંદરે પહોંચે છે."* * * બુદ્ધિપ્રકાશ' સન ૧૮૬૦ પૃ. ૩૭, ૨૩૮.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy