________________
મળેલી અને છેવટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા કે તુરતજ એલ્ફીન્સ્ટન ઈન્સ્ટીટયુટમાં રૂા. ૪૦ ના માસિક પગારથી તેઓ શિક્ષક નિમાયા હતા.
આ સઘળે સમય એમણે જાહેર પ્રવૃત્તિમાંથી ચિત્ત અલગ રાખેલું. ' - હવે ઠરીઠામ પડતાં, તેઓ પાછા સાર્વજનિક કાર્યમાં જોડાયા. ગુજરાતી -જ્ઞાનપ્રસારક મંડળી અને ટુડન્ટસ સોસાઈટીના તેઓ સભ્ય હતા તેપણ હિન્દુ સમાજની ઉન્નતિ સાધવા એક સ્વતંત્ર મંડળીની અગત્ય એમને માલુમ પડી, તે પરથી કેટલાક મિત્રો સાથે મળીને એમણે બુદ્ધિવર્ધક સભા સ્થાપી. એ સભાના ગંગાદાસ કીશોરદાસ પ્રમુખ, નર્મદાશંકર લાલશંકર ઉપ-પ્રમુખ, ચીમનલાલ નંદલાલ ને મુરલીધર ગીરધર કીલીદારે, કરસનદાસ મૂળજી, ઝવેરીલાલ ઉમિયાશંકર, કરસનદાસ માધવદાસ; ત્રિભુવનદાસ દ્વારકાંદાસ કારોબારી કમિટીના સભ્ય અને મહીપતરામ સેક્રેટરી નિમાયા હતા. વળી સદરહુ મંડળ તરફથી “બુદ્ધિવર્ધક” નામનું માસિક કાઢવા સારૂ વિચાર કરવા પ્રાથમિક સભા મહીપતરામના મકાને જ મળી હતી.
તે અરસામાં કરસનદાસ મૂળજીનું ડિસે જવાનું થયું અને તેઓ “સત્યપ્રકાશ” નામનું અઠવાડીક પત્ર ચલાવતા હતા તેનું સંપાદન કાર્ય મહીપતરામને શિર આવી પડયું. પ્રસ્તુત પત્રમાં વૈષ્ણવ મંદિરના ગેરવહિવટ અને તેના મહારાજની અયોગ્ય નીતિ અને વર્તન વિષે હાલની “પિલ પત્રિકા” ની પેઠે સખત લખાણ આવતું. તે પુષ્કળ વંચાતું તેમ ચર્ચાતું
અને કરસનદાસ પોતે વૈષ્ણવ સંપ્રદાયના હોવાથી એમના તે આક્ષેપની - અસર વિશેષ અને જલદ થતી અને તે કારણે “સત્યપ્રકાશ” સુધારક વર્ગનું એક વાછત્ર ગણાતું હતું.
તે પ્રતિષ્ઠા અને રીતિનીતિ જાળવી રાખવા અને તેની સાથે જનકલ્યાણ અને સુધારાનું કાર્ય આગળ ધપાવ્યે રાખવું એ તેના નવા તંત્રી માટે ઓછું મુશ્કેલીભર્યું કાર્ય નહતું. તે પત્રની એ વર્ષોની ફાઈલ ઉપલબ્ધ નથી કે આપણે જોઈ શકીએ કે મહીપતરામનું એમાંનું લખાણ કેવા પ્રકારનું આવતું; તેમાં ક્યા કયા વિષય ચર્ચાતા અને વાંચકવર્ગ પર તેની શી અસર થવા પામતી, પણ એ ઉણપ બીજી રીતે પુરાય છે. મહીપતરામે પિતે એ કાર્યની નોંધ કરસનદાસ ચરિત્રમાં કરેલી છે. તેઓ લખે છે –
“મેં પણ સ્વદેશીઓના કુચાલ ઉપર હુમલા જારી રાખ્યા. ઘર ખટલામાં સાસુ વહુની લડાઈથી કલેશ થાય છે, બાળલગ્નથી ખરાબ થાય છે, હેળીના ભાંડથી અને લગ્નના ફટાણાથી અનીતિનાં બીજ રોપાય છે.