________________
બીજાઓની પેઠે પિતે પાછા ન પડે તે માટે તેઓ ખૂબ સાવધાન રહેતા. -પિતે પરદેશ ગમન કર્યું તે વખતે એમની આકરી કસોટી થઈ હતી; તેમ
છતાં એમણે નમતું આપ્યું નહોતું. એક વીરને છાજે એવી એમની હિમ્મત અને અડગ નિશ્ચયને લઈને એક સુધારક તરીકે એમની કીર્તિ - બંધાઈ હતી
સુરતની અંગ્રેજી નિશાળમાં અભ્યાસ પૂરો થતાં, મહીપતરામને અભિલાષ મુંબાઈ જઈને ગ્રાન્ટ મેડીકલ કૅલેજમાં વૈદક શિખવાને હતે. પણ સંજોગવશાત એમના દિલની એ મુરાદ બર આવી નહિં; અને સુરતની ઈગ્રેજી શાળામાંજ એક શિક્ષકની જગે રૂા. ૧૪ ના માસિક પગારથી લેવી પડી. તથાપિ વધુ અભ્યાસ કરવાની એમની તમન્ના શમી નહિ. એમનું મને તે માટે વલખા માર્યા કરતું અને પછી સાનુકૂળ સંજોગ ઉપસ્થિત થતાં, એમના ગુરુ દુર્ગારામ મહેતાજીને ભલામણપત્ર એ ન્સ્ટન ઇન્સ્ટીટયુટના પ્રિન્સિપાલ ડૅ. હાકનેસપર લઈને મહીપતરામે મુંબાઈ પ્રતિ પ્રયાણ કર્યું.
ડે. હાર્ટનેસે મહીપતરામની મનોવૃત્તિ વધુ અભ્યાસ કરવા માટે તીવ્ર જોઇને, એજ સંસ્થામાં તેમને શિક્ષક નીમી, તેમના પ્રતિ માયા દર્શાવી; એટલું જ નહિ પણ એમને આગળ અભ્યાસ કરવાની અનુકૂળતા કરી આપી હતી. પણ એ વ્યવસ્થા ઝાઝો વખત નભી નહિ. મહીપતરામે જોયું કે ઇચિત • બેયની પ્રાપ્તિ અર્થે સઘળું લક્ષ એમણે અભ્યાસ પાછળ લગાડવું જોઈએ. તેથી પ્રવેશકની પરીક્ષા પાસ કર્યા બાદ શાળાની નોકરી છોડી દીધી. પછી ત્રણ વર્ષ તેઓ કોલેજમાં રહ્યા. તે દરમિયાન દર વર્ષે એમને સ્કોલરશીપ
* સરખા –
તારું કરયૂ મુરખ જે હમણાં વડે, વિચારિ તેજ કરશે સુવખાણ કેડે સારો દિસે તું સુધરેલ સુમિત્ર મને, સાબારા છે બહુ મહીપતિરામ ને. તે નામ સાર્થક મહીપતિ વાહ કીધું, બીડું કહેમ હણવા ઝટ ઝડપિ લીધું; સંતોષ થાય નિરખી શુરને સહુને, સાબાશ છે બહુ મહીપતિરામ તને.
કવિ નર્મદાશંકર, નર્મદકવિતા પૃ. ૮૮.