SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ ગૂ. વ. સોસાઈટીની વ્યવસ્થાપક મંડળીને એ નમ્ર અભિપ્રાય છે યુનિવર્સિટિની પકિની પરીક્ષાઓના અધ્યયન ક્રમમાંથી દેશી ભાષાઓને બાલ રાખવાથી હાલના વિદ્યાર્થીઓ દેશી ભાષાઓના જ્ઞાનની ખીલવણું કરવામાં નિઋહિ થાય છે, અને તેથી કરીને દેશી ભાષામાં લખનારાઓની અછત વધતી જાય છે, તથા જે થોડાક એ ભાષાઓમાં લખવાનું કામ ઉઠાવે છે તેમનું લખાણ એક સરખી રીતનું મળી આવતું નથી. કમિટી આશા રાખે છે કે આપ નામદાર, યુનિવર્સિટિ પિતાના અધ્યયન ક્રમમાં દેશી ભાષામાં દાખલ કરે એવું તેને સમજાવીને, સેસાઈટીના હેતુને ઉત્તેજીત કરી શકશે. આ બાબત વિષે થોડા વખતમાં યુનિવર્સિટિને એક અરજી મોકલવાનો સોસાઈટીને વિચાર છે. આ નમ્ર વિનંતી સાંભળવાનું આનંદપૂર્વક માન્ય રાખ્યાને માટે સાઈટીની તરફથી અમે આપ નામદારને ઉપકાર માનીએ છીએ. નામદાર ગવર્નર સાહેબે આપેલે ઉત્તર ગૃહસ્થ, જે કામ કરવાનું તમારી સાઇટીએ માથે લીધું છે તે કામને હું અતિ અગત્યનું માનું છું. એ કામ જે કે ઘણાં છે તે પણ મારે કંઈ ઉમેરો કરવાને છે. તમારા પ્રાંતમાં સાધારણ રીતે સર્વના ગાવામાં આવતાં હોય તેવાં ગીતને સંગ્રહ કરવાનું કામ તમારી સાઈટી કરે તે સારું. એ કામ ઘણું અગત્યનું છે. તમારાથી બની શકે એવી સારી રીતે પ્રયત્ન કરીને એ ભાષાના સાહિત્યને મેળવીને સંઘરી રાખવું જોઈએ. વળી સાધારણ ગીતાનાં છેડા છેડા ભાગ મળી આવે તેમને પણ ભેગા કરીને જાળવી રાખવા જોઇએ. ગૃહસ્થ, મને રંજક પુસ્તકો રચવાનું કામ તમારી સેસાઇટી કરે છે એમ તમારા માનપત્રમાં જણાવ્યું છે એવા મને રંજક ભાષાના ગ્રંથને હું વિશેષ કીમતી ગણું છું. એક વર્ગ તરીકે રમુજ તરફ તમારા લોકનું વલણ નથી અને તેથી કરીને કામકાજમાં રોકાઈ રહેલા તમારા ઘરડા માસે તેમની જીંદગી થેડી ઘણી પણ રમુજમાં ગાળી શકે એવું કંઈ પણ કામ તમે કરશે તે તે ઘણું ઉપયોગી થઈ પડશે. દેશી ભાષાઓને યુનિવર્સિટીની પટિની પરીક્ષાઓમાં દાખલ કરાવવા સંબંધી તમે જે કહ્યું, તેને હું સંપૂર્ણ રીતે મળતો આવું . પણ ગૃહસ્થ, તમે જાણે છે કે યુનિવર્સિટી એ એક સ્વતંત્ર ખાતુ છે. તેના વહીવટ સરકારના તાબામાં નથી અને જે કે હું તેને અધ્યક્ષ છું તે પણ તેના કામકાજમાં વચ્ચે પડવાને ઇચ્છતો નથી, કારણ કે પિતાના કામમાં બીજાઓ
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy