________________
પછી એ આપત્તિ દૂર થઈ છે એમ આપણે કહી શકીએ; પણ તે કાળે એનાં અનિષ્ટ પરિણામે ઝાઝાં હતાં; તેમાં વહુઆરેને જે હાડમારી અને વિપત્તિઓ વેઠવી પડતી તે વર્ણવી જાય એમ નથી. વહુના દુઃખ સમજવાને આપણે એકાદ પ્રાચીન લોકગીત સાંભળવું જોઈએ –
“મારી રે સાસુ એવી તે ધૂતારી જે; દહાડે દળાવે ને રાતડિયે ખંડાવે ; પાછલે તે પરેટિંયે પાછું મેકલે.
મારી માતાને આંગણ લીમડી તેની શીતળ આપે છાંય જે
એ માતા કેમ વીસરે ? મારી સાસુને આંગણ બેરડી તેના કાંટા વાગે પાય જે–
એ સાસુ કેમ સાંભરે.” કવિશ્રીએ પ્રસ્તુત નિબંધ ત્રણ પ્રકરણમાં વહેંચી નાંખે છે, પહેલા પ્રકરણમાં બાળ વિવાહનાં ફળ વર્ણવ્યા છે અને બીજામાં બાળવિવાહનાં કારણે દર્શાવ્યાં છે અને ત્રીજું પ્રકરણ બાળેઢાભ્યાસનું છે. પહેલા બે પ્રકરણને પ્રથમ ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું “બાળવિવાહ નિબંધ’ એવું નામ રાખ્યું છે, જ્યારે ત્રીજું એટલે કે છેલ્લું પ્રકરણ બાળઢાભ્યાસ પ્રકરણ એ નામથી છૂટું છપાવ્યું છે અને તેમને વિષય નીચે પ્રમાણે બતાવ્યો છે –
“મેં નાનપણમાં પરણાવ્યાથી તે છોડીને ઘરધંધે શિખવા વગેરેની ફિકર પેસે છે, તથા વાર તહેવારે સાસરે જવું પડે છે, તેથી તેને ભણવાને અભ્યાસ સારી પેઠે ચાલતું નથી, નેં જ્યારે વિદ્યા અભ્યાસ થઈ શકતું નથી; ત્યારે નજર બાંધવી, રેણુ ચીરવું, એવા વહેમના અભ્યાસ, તથા ફટાણું કુટણું ગાવાને અભ્યાસ, તથા અવલચંડીપણું વગેરે બેવકુફીને અભ્યાસ ચાલે છે. મેં ઘણું કરીને કુસંપથી લડાઈ ટામાં તેના દહાડા જાય છે, ભાટે નાનપણમાં કેવી કેવી ચોપડિય છેડિયે ભણવી જોઈએ, તેનું
+ (જુઓ “વહુ” પર નિબંધ, રા. ચતુરભાઈ શંકરભાઈ પટેલ.)