________________
કરમકાંડના ગ્રંથ સહિત સામવેદને અભ્યાસ કરે છે. તથા કાંઈક પુરાણ વ્યાકરણે ભણવાથી વાંચવામાં તથા સાંભળવામાં આવ્યાં છે. તે શાસ્ત્રમાં ભૂતની વાતે ઘણિયો આવે છે. તથા મુસલમાનના શાસ્ત્રોમાં પણ એ ભૂતને શેતાન કહે છે, તથા ખ્રીસ્તીશાસ્ત્રમાં પણ તેને મલીન દેવ કહે છે, પણ તેમાં એટલો ફરક પડે છે, જે હિંદુ લકે કહે છે, કે માણસને જીવ મરીને ભૂત થાય છે. અને મુસલમાન તથા ખીસ્તીધર્મવાળા કહે છે કે, શેતાન શ્રષ્ટીથી પહેલો હતું, અને ત્યારપછી જીવ ઉત્પન્ન થયે છે, અને સારા મુસલમાને કહે છે, કે સારા માણસને શેતાન નાશ પામે છે. અને ભ્રષ્ટ માણસને શેતાન (ભૂત) થાય છે. વળી જૈનધર્મવાળા તે ભૂતને કુતહળદેવ કહે છે, તે માટે એ વેદ આદિક શાસ્ત્રની વાતે જુઠી, એવું હું નથી કહેતો પણ જેમ એ શાસ્ત્રમાં લખ્યું છે, કે માણસ સ્વર્ગમાં જઈને પાછાં આવતાં, તથા સ્વર્ગના દેવતા માણસ પાસે આવતા, એવી વાતે અસલ થતી હશે. પણ આજના સમયમાં એવી વાત માનવા લાયક નથી. તથા તે શાસ્ત્રોમાં લખ્યું છે, કે મંત્રથી આવું કામ થાય, તથા બાણ ચાલે તે અશલ થતું હશે. પણ આજ તે કેવળ પરમેશ્વરના નામને મંત્ર તે મુવા પછી જીવનું કલ્યાણ કરે, પણ બીજી રીતના મંત્રજંત્ર સિદ્ધ થતા નથી. અને જે સમે હનુમાનજી પ્રત્યક્ષ હતા. તે સમે તે સારા માણસોને તથા નરસાં માણસને જોવામાં આવ્યાં હશે. પણ આજ કઈ કહે છે, કે હનુમાનજી મારા શરીરમાં આવીને ધૂણે છે, એવી વાત કઈ દિવસ અમારા માનવામાં આવતી નથી. કેમકે શાસ્ત્રમાં કઈ ઠેકાણે એવો લેખ નથી, કે હનુમાનજી માણસમાં પેશીને ધૂણશે, અને તે હનુમાનજી સદાકાળ રામચંદ્રજીની સેવામાં રહે છે. ત્યાંહાંથી નવરા ક્યારે થાય, જે માણસમાં પેશીને ધૂણે. તેમજ ભૂત આદિક દેવ ભૂતલોકમાં રહે છે, તે અશલ પૃથ્વી પર આવતા હશે, પણ આજ કઈ કહે છે, કે મેં ભૂત નજરે દીઠું, તથા કઈ કહે છે, મારા શરીરમાં ભૂત આવે છે. એવી વાત મનાતી નથી, કેમકે અમારે ભૂત નજરે જોવાની ઈચ્છા ઘણું હતી. અને કોઈ કહે કે અહિયાંથી વશ ગાઊ ઊપર ફલાણે ઠેકાણે ભૂત રહે છે, તે તે જોવા સારૂ ત્યાંહાં જવું, એવો અમારે સ્વભાવ હતા. એ રીતે વર્ષ ૨૮ ની અવસ્થા અમારી થઈ, પણ એ ભૂત આદિકની વાત સાચી જોવામાં કોઈ ઠેકાણે આવી નહીં. તથા મંત્રશાસ્ત્ર જે મંત્ર મહાદધી શારદા તીલક તથા રુદ્રયામલ તેને અભ્યાસ મારી ઘણી પહેડીઓથી ચાલી આવે છે, તે મંત્રના પ્રયોગ તથા બીજા કેટલાએક પ્રકારના મંત્ર સાધવા સારૂ કાળી