________________
c3
સોસાઇટીના તેઓ પહેલા આસિ. સેક્રેટરી હતા. સિવર્ડ સાહેબના ગયા પછી સોસાઈટીનો ચાર્જ રા. સા. ભોગીલાલભાઇએ લીધેલો અને સન ૧૮૫૩ માં તેમની બદલી થતાં કેટલેક વખત સોસાઈટીનું બધું તંત્ર તેમના હસ્તક રહ્યું હતું. તે પછી સરકારી નોકરી મળતાં તેમણે સંસાઈટી છેડેલી; પણ તેના કામકાજમાં કાયમ રસ લેતા. સન ૧૮૫૭માં તેઓ મ્યુનિસિપલ કમિશ્નરના સેક્રેટરી તરીકે હતા અને સન ૧૮૬૪ માં “બુદ્ધિપ્રકાશ'માંની નોંધ પરથી જણાય છે કે તેઓ વિમા કંપનીના મેનેજર નિમાયા હતા.
શરૂઆતના વર્ષોમાં જ્યારે મુશ્કેલીઓ અનેક હતી ત્યારે સોસાઈટીને સ્થિર ટકાવી રાખવામાં એમની સેવા વિસરાય એવી નથી અને કલમથી પણ તેઓ લોકને બોધ આપવાને સુધારવા યથાશક્તિ પ્રયાસ કરતા રહેતા. અને “અમદાવાદને ઇતિહાસ” એ પુસ્તક તે એમની કાયમ યાદગીરી છે.
પણ આ સઘળા લેખકોમાં અગ્રસ્થાને બિરાજે અને જેમની સાહિત્ય સેવા સોસાઈટીનું ગૌરવ વધારનારી તેમ દેશનું હિત સાધક, કલ્યાણકારી હતી, એવા કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ હતા. જમાને જમાને યુગપ્રવર્તક મહાપુરુષો પાકે છે એમાંના તેઓ એક હતા. એમના વિષે એક જુદું જ પ્રકરણ આવવાનું છે એટલે અહિં વધુ નહિ લખતાં, એમના ગ્રંથનું અવલોકન હાથ ધરીશું; અને તેમાં પ્રથમ એમના ગદ્ય લેખો તપાસીશું.
“ભૂત નિબંધ' એ એમની પહેલી કૃતિ હતી. તે વિષે એમણે જણાવ્યું છે કે (સન ૧૮૫૯) પહેલા વર્ષમાં કમિટીએ એ “ઠરાવ છપાવીને પ્રગટ કરે કે ભૂતપ્રેતને વેહેમ મનમાં પેસે છે તે શું હશે અને એ કાઢવાને વાસ્તુ શા શા ઉપાય કરે છે તે વિષે નિબંધ રચાવવાની જાહેર ખબર છપાવવી અને તે વિશે લખાઈ આવેલા નિબંધમાંથી સૈથી સરસ માલમ પડે તેના લખનારને રૂ. ૧૫૦) નું ઈનામ આપવું. તે ઉપરથી ત્રણ નિબંધ લખાઇને આવ્યા હતા. તેમાંથી દલપતરામ ડાહ્યાભાઈને નિબંધ કમિટીને પસંદ પડયાથી તે ઈનામ તેમને આપ્યું; અને એ. કે. ફારબસ સાહેબે એ પુસ્તકને અંગ્રેજીમાં તરજુ કરીને બોમ્બે ગેઝીટ પ્રેસમાં છપાવ્ય; અને તે ઉપરથી દીલીની એક મંડળીએ ઉરદુમાં તરજુમો કરીને ત્યાં છીએ."*
» “બુદ્ધિપ્રકાશ', વર્ષ ૧૮૭૮-પૃ. ૧૨. * જુએ, સન ૧૮૫૪ અને પપ ને રીપોર્ટ. પ્ર. ૧૨..)