________________
જ્યાં લોભી હોય ત્યાં ધુતારા કદી ભૂખે ન મરે' એ કહેવત સાચી છે. આખુંય રસાયનશાસ્ત્ર એક રીતે એ કિમિયાની શોધમાંથી ઉદ્દભવ્યું છે. આપણે તેની વિગતેમાં ઉંડા નહિ જઈએ પણ એટલું તે ચોક્કસ છે કે લોકેના વહેમ અને અજ્ઞાનતાને લાભ લઈ અનેક કપડી કિમિયાગરેએ ભોળા પુરુષોને ભરમાવી, તેમને ભક્ષ કર્યો છે. એ વહેમ ટાળવાને કિમિયા કપટ અને કિમિયાગર ચરિત્રનાં પુસ્તકે સેસાઇટીના આરંભ કાળમાં લખાયાં હતાં. કિમિયાગર ચરિત્ર એક વિદ્વાને લખી આપ્યું હતું એમ તેના મુખપૃષ્ઠ પર જણાવેલું છે, પણ લેખકનું નામ તેમાં જણાવ્યું નથી. તે ગ્રંથને અગીઆર પ્રકરણમાં વહેંચી નાંખી જૂદી જૂદી ઠગાઈની વાત લખેલી છે; અને તેને હેતુ, લેખક પ્રસ્તાવનામાં કહે છે તેમ, કિમિયાગર કેવી તદબીરથી ઠગે છે, અને કેવા કેવા હુંશીઆર લોકે પણ તેના ફાંસામાં આવી જાય છે તેના ખરેખરા બનેલા દાખલા પ્રસિદ્ધ કર્યો હોય, તે લોકોના જાણવામાં આવે, તે પછી કિમિઆગરથી ઠગાય નહિ. કિમિયા કપટ પણ એજ ધારીને નિબંધ છે અને તે “સેની વિષે નિબંધ'ના લેખક સાંકળેશ્વર આશારામે રચીને પિતે છપાવ્યો હતો. તેમના વિષે “સાઠીના સાહિત્યના. દિગ્દર્શન”માં લખ્યું છે કે – - “સ્વ. સાંકળેશ્વર જોષી ગુજરાતમાં યાંત્રિકકળામાં ઘણા નિપુણ હતા વિપળ, પળ, સેકંડ, મિનિટ, કલાક, ઘડી, તિથિ, વાર, પક્ષ, માસ, વર્ષ વગેરે ઘણુ ઘણી બાબતે બતાવતું ઘડીઆળ એમણે બનાવ્યું હતું. ધ્રાંગ્ધરામાં મિનારા પર મુકેલું ઘડીઆળ પણ એમણેજ કરેલું છે.”+
અને વધુમાં એમ જણાવીશું કે, સન ૧૮૭૬ માં ઓનરરી સભાસદ નિમવાને નયમ સામાન્ય સભાએ મંજુર કર્યું તે પછી બીજે વર્ષે સંસાઇટીએ એમને નરરી સભાસદ નીમીને માન આપ્યું હતું. $ " આટલા પરથી વાચકને એમની બુદ્ધિ શક્તિ અને કળા કૌશલ્યાને ખ્યાલ આવશે. • •
હોળીનું ધિંગાણું અને બિભત્સતા પહેલાં જેટલાં હવે નથી રહ્યા; પણ અગાઉ એ એક રંજાડનારે કુચાલ હતું અને તેની અસર પણ માડી ' + જુઓ, “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન – પૂ. ૪૦.
6 જુએ, સન ૧૮૭૬ ને રીપિટ: પૃ. ૩.