________________
૩૭
વળી બ્રાહ્મણ, ક્ષત્રિય વર્ગના બાળકે ગુરુ પાસે જઈને આફ્રિક, સારસ્વત, તેત્રે વગેરે સંસ્કૃતમાં શીખીને ગેખી જતા; માત્ર તેમને ડોક ઉત્સાહી અને સાહસિક વર્ગ આગળ વધીને સાહિત્યનું અને ધર્મગ્રંથનું અધ્યયન કે પ્રસિદ્ધ વિદ્યાસ્થળે જઈને કરતે અને તેમાં પારંગત થઈ પંડિત બનીને ઘેર પાછો આવતે. પણ આરંભમાં નવીન ઈગ્રેજી શિક્ષિત વર્ગ જનસમૂહથી અળગો રહે અને અતડે પડતે તેમ આ “પંડિત” પણ જનતાને સંસર્ગથી તેના જ્ઞાનના અભિમાનમાં દૂર ભાગતે. એકાંત, તપસ્વી જીવનને તે પસંદ કરતે; જગતને માયા માનતે અને પ્રાકૃત-દેશી ભાષામાં વહેવાર કરવાની તેને ભારે સુગ ચઢતી તેથી પ્રજાને એની વિદ્વત્તા અને જ્ઞાનને લાભ ક્વચિત મળત.
આ પ્રમાણે આપણી જુની શિક્ષણપદ્ધતિ મુખ્યત્વે બે જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જાય છે.
તે પણ એ એક વર્ગ અસ્તિત્વમાં હતું, જે સંસ્કારિતા મેળવવા હિન્દી-વજ ભાષાનું જ્ઞાન સંપાદન કરતે; તેમ રાજદરબારમાં પ્રવેશ અને સ્થાન મેળવવા ફારસી ભાષા શિખતે હતે.
ઓગણીસમા સૈકાના આરંભમાં અંગ્રેજી અમલ આપણા દેશમાં સ્થિર થતાં, બ્રિટિશના સહવાસમાં આવી, તેમની પાસેથી લાભ મેળવવાને એમની ભાષા શિખવા કેટલાક ઉત્સુક બન્યા હતા; અને એવા શિખાઉને મદદગાર થઈ પડવા, એક પારસી બિરાદરે સન ૧૮૨૨ માં શિલાછાપમાં છાપેલું એક પુસ્તક બહાર પાડ્યું હતું, જે મી. મરેના ગ્રામરને અનુવાદ હતો.
આટલું જુનું છાપેલું પુસ્તક બીજું કોઈ અમારા જેવામાં આવ્યું નથી, તેથી તે કાલીન લખાવટ અને શિલાછાપના નમુના તરીકે તેનું મુખ પૃષ્ટ ટાઈટલ પેજ, મૂળ પ્રમાણે, અત્રે આપ્યું છેઃ