________________
રૂકમણીબાઈ તથા હરકુંવરબાઇયે પિતાના દતપુત્ર તા. શેઠ હઠીસીંગના થડના કઈ સગાં મળીને ઘણું જ ઉદારતાથી એ અસલ વિચાર પાર પાડવાને માટે રૂપૈયા ભરી ચુકેલા છે. તેના વ્યાજ સુદ્ધાંત રૂા. ૭૮૦૦૦ થયા છે. આ ઊદાર ચિત્તથી ભરેલા રૂપૈયા વડે તથા સરકારની ખુશી ભરેલી મુદત સહીત મુંબઈને સર જમશેદજી જીજીભાઈની ઈસ્પીતાલની તારાહની એક ઈસ્પીતાલ તથા તે સાથે “આપથાલમીક વાડ” એટલે આંખોમાંના દરદનું દવાખાનું અમદાવાદમાં સ્થાપવાનું છે.
૬. આવાં સખાવતનાં કામ કરવાના વિચાર નેક નામદાર ગવરનર કનસીલ બહાદુરની આગળ રજુ થયા તેથી તથા આહવા ઉમદા તથા લોક શુભ ઈચ્છીત કામથી જે ફાયદા થવાના તેથી નામદાર સાહેબ ઘણું ખુશી થયા છે તે પ્રસિદ્ધ રીતે આ વખતે બતાવે છે. મેં એજ શહેરમાં વિદ્યાના સુધારાનેં સારું (કાલેજનેં સારું) એક મોટી રકમ ભરાવ્યાનું કામ સરું કરવું છે. મેં તે રકમ ઊપર કહેલી મોટામાં મોટી રકમથી ધારા લેખે જાસ્તી થશે. પણ એ વિષે હમણાં વધારે કહેતા નથી. કારણ કે એ કામ હજુ પુરું થઈ ચુક્યુ નથી. કીલે મુંબઈ
સરકારના હુકમથી તા. ૧૧ મી જુન સને ૧૮૫૬ સહી. વલીએમ. હોટ સેકટેરી.
શેઠ હઠીસીંહ કેસરીસીંહની બંને વિધવાઓનું ઊદારપણું જોઈને મુંબઈ સરકારથી હાલ એ કીતાબ મજો કે
૧. નેક નામદાર સખાવતી બહાદુર શેઠાણી રૂખમણીબાઈ. 1. નેક નામદાર સખાવતી બહાદુર શેઠાણ હરકેરબાઈ
અમે કહીયે છીયે કે આ દેશમાં કાંઈ રાજાની રાણી પણ એવાં ઊદાર કામ કરેલાં નથી માટે એ કીતાબ તેઓનેં યોગ્ય છે.”+ .
છે એટલે શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ. આ ગ્રહસ્થે આ કામમાં રૂ. ૨૦૦૦) આપ્યા છે. મેં તેનું આંખના દરદનું દવાખાનું કરવાનું છે..
+ જુઓ “બુદ્ધિપ્રકાશ' સને ૧૮૫૬, પૃ. ૩ જું, પૃ. ૧૩૭–૧૩૯.