________________
૩૦
પ્રકરણ ૭.
કન્યાશાળા
ગયા પ્રકરણમાં છેાકરા છેાકરીઓની મિશ્ર શાળા વિષે ત્રુટક માહિતી જે મળી આવી તે આપી હતી; પરંતુ છેકરીઓની નિશાળ માટે શેઠાણી હરકુંવરબાઇ તરફથી નાણાંની મદદ મળવાનું પ્રથમથી ચાલુ હતું અને પાછળથી એમના તરફથી તેના કાયમ નિર્વાહ અર્થે સારી રકમ સખાવતમાં મળતાં, સદરહુ કન્યાશાળા શેઠાણી હરકુવરબાઈ કન્યાશાળા નામથી અસ્તિત્વમાં આવી હતી અને તેને વિસ્તૃત વૃત્તાંત એ કન્યાશાળાના પાયે। નંખાયા તે વખતના જીન ૧૮૫૮ ના વ્રુદ્ધિપ્રકાશમાં છપાયા હતા, તેજ અન્ય હકીકતના અભાવે અહિં ઉતારવા દુરસ્ત જણાય છેઃ
""
66
દાહો
“કરિ નિશાળ રૂડી રીતે ૨ વર્નાક્યુલર સોસાઈટી બાળિકયા ભણવા બેઠી રે વર્નાકયુલર સેાસાઈટી. ’’ (દલપતરામ).
છેડીએની નિશાળનું ખાત મુહૂર્ત
“ ગુજરાત વર્નાકયુલર સાસાઈટીની સ્થાપેલી છેાડીઓની નિશાળ કે, જે હાલ નેકનામદાર સખાવત અહાદુર શેઠાણી હરકુંવરબાઈની તમામ સાહ્યતાથી ચાલે છે તે નિશાળને વાસ્તે અત્રેની ટટંકશાળમાં નવી ઈમારત આંધવા તા. ૩૦ એપ્રીલ સન ૧૮૫૮ શુકરવારને રોજ સવારના સાત વાગતાં વડાદરાના રશીઅેટ મેહેરબાન સર રીચંદ શેક્સપિયર સાહેબને હાથે ખાત મુહર્ત્ત થયું તે સમે એ ઠેકાણે સદગૃહસ્થાની એક સભા મળી હતી. તેમાં ડાકટર વાઇટ સાહેબ, મા. કટીસ સાહેબ તથા કરટીસ સાહેખનાં મેમ સાહેબ, ગાયકવાડ સરકારના વકીલ ગાવિંદરાવ પાંડુરંગ તો આજમ ગણેશપંથ ભાગ, શેઠ મનસુખભાઈ વખતચંદ, શેડ ડાહ્યાભાઇ અનેાપચંદ, શેઠ જેસંગભાઈ હઠીસંગ, શેઠ ઊમાભાઈ રૂપચંદ, શેઠ ઊમાભાઇ હકમચંદ, વીમાવાળા પરી. મેતીલાલભાઇ, છેટાભાઇ જમનાદાસ, શે મનચેરજી સારાબજી, નાજર સાહેબ મી. મેજન, મુનસ મંછારામ ગેાકળદાસ, રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, રાજેશ્રી મહીપતરામ રૂપરામ, આજમ મગનલાલ વખતચંદ, શેઠ મનચેરજી એજનજી, વકીલ માણેકચંદ, વકીલ હીરાચંદ, મેતાજી તુલજારામ, મેતાજી લાલભાઈ, કવીશ્વર