________________
પ્રકરણ ૫.
નેટીવ લાઇબ્રેરી “પુસ્તકાલય એ આમ વર્ગની વિદ્યાપીઠ છે, અને તેમાં દાખલ થવા માટે બિલકુલ ખર્ચ કરે પડતો નથી એટલે બીજી શિક્ષણ સંસ્થાઓ કરતાં તેને વિશેષ લાભ છે.”
–ફિશર. “પુસ્તકાલય એ એક શાળા છે, વિશ્વવિદ્યાલય છે, જ્ઞાનની પરબ છે, સંસ્કૃતિનો ભંડાર છે, આ યુગનું જ્ઞાનમંદિર છે.”
–“પુસ્તકાલય પર્વણી પિસ્ટર.' “દસમે દિન ગુરૂવાસરે વળિ ત્યાં બીજી વાર; સભા મળી સાઈટી કરવા વિવિધ વિચાર. પુસ્તકશાળા સ્થાપવી, સંગ્રહ કરવા ગ્રંથ; ગુજરાતી ભાષા તણે, સુધારે શુભ પંથ. પ્રવેશ મુહૂર્ત તે પુસ્તકશાળાતણું તે તે; ચદમી નવંબરે સત્તાવનામાં સુધર્યું.”
(દલપતરામ) સાઈટી સ્થાપવાનો નિર્ણય થયો કે થોડાક દિવસમાં-“તા. ૫ મી જાન્યુઆરી સન ૧૮૪૯ ને રોજ ઠરાવ્યું જે નેટીવ લાઈબ્રેરી એટલે રહેવાસીઓને માટે પુસ્તકખાનું કરવું ને વરસે દહાડે એક રૂપૈઓ ફી ઠરાવી કે જેણે કરીને વરસે દહાડે લેકને વાંચવાનું સહેલ પડે.” ગુજરાતમાં એ પહેલા વહેલું પુસ્તકાલય હતું. અત્યારે પુસ્તકાલય સમાજ જીવનમાં સર્વ સામાન્ય થઈ પડયું છે પણ એ દિવસોમાં તે એક નવાઈ હતી.
પહેલે વર્ષે સભાસદોની સંખ્યા ૫૬ હતી અને તેનું ખર્ચ આશરે રૂ. ૧૫૦ સેંધાયેલું છે; અને સન ૧૮૫૦-૫૧ ના ઓર્ડ ઓફ એજ્યુકેશનના રીપોર્ટમાં સ્થાનિક અધિકારી તરફથી જે માહિતી પત્રક ભરી મેકલવામાં આવ્યું હતું, તેમાં જડજ મી. હેરિસને નીચે મુજબ શેરે કરેલે મળી આવે છે:
“ This library is, I beg to presume, attached to and was established by the Vernacular Society of Gujarat.