________________
૨૫૩ નાટ લાવ્યા છો ? ના લાવ્યા હોય તે છેલ્લા જાય.-એમ દલપતરામ કવિ કલાસમાં આજ્ઞા કરતા હે વનિ અત્યારે મહારા કાનમાં પ્રગટ થાય છે. હમારી નોટબુકે કવિની આગળ મેજ ઉપર મુકીયે છીયે, કવિ, આંખની ખામીને લીધે, નોટબુકે છેક આંખની પાસે ધરીને તપાસે છે, સુધારે છે અને અંતે બદલ. ડાહા.” એમ પિતાની અલ્પ સહી કરે છે, હમે ખુશ થતા પાછા ખેંચ ઉપર પિત પિતાને સ્થાને બેસી જઈએ છીયે, આ સુખ જીવનનું સ્મરણ દૂરદૂરથી અનિલ લહરીએ આણેલા વનકુસુમેના સારભની પેઠે અત્યારે મહને પ્રફુલ્લ કરે છે.”
અવાચીન વિવેચકો દલપતરામની કવિતા અથવા તે દલપતરામ શાળાની કવિતા, ભલે ઉતરતી પંક્તિની ગણે, તેને અર્થપ્રધાન વા બુદ્ધિપ્રધાન ભલે લેખે; પણ જનતાને આ જાતની કવિતા જેટલી અપીલ કરે છે, તેટલી ઊર્મિપ્રધાન, ઉચ્ચ કલ્પનાશીલ કવિતા નથી કરતી, એ નવી કવિતા જનસમૂહમાં હજુ પૂરે પ્રવેશ પામી નથી એ બતાવી આપે છે, પણ એ ચર્ચાસ્પદ વાદમાં અમે નહિ ઉતરીએ, અમને તે એમનાજ સમકાલીન અને આપણા ગુજરાતી સાહિત્યના એક સમર્થ વિવેચક નવલરામ જેમણે નર્માદ અને દલપત બંનેને જોયા હતા; બંનેના નિકટ પરિચયમાં આવ્યા હતા અને બંનેની પરીક્ષા કરી જોઈ, જે અભિપ્રાય આપ્યો હતો તેજ વજનદાર અને વાજબી લાગે છે. તેમણે સાચું જ કમ્યું છે –
દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, વ્યવહારમાં કુશળ, ચતુરાઈની ભરી અને સભારંજની છે. એ નવે રસમાં પ્રસંગોપાત્ર વિચરે છે, પણ તે શાંતિ અને વિવેકની સાથે. વ્યવહારની મર્યાદા એ જ આ કવિતામાં રસના સંભવાસંભવની મર્યાદા છે. કઈ પણ રસની મસ્તી એ આ કવિતાને મને ગાંડાઈ છે. સંસારનું શાંત બુદ્ધિથી અવલોકન કરવું અને તેમાંથી વ્યવહારોપયોગી બેધ લે, એ દલપત શૈલીને સૌથી વધારે રૂચિકર છે. એ શૈલી, જાતે દર્દથી મુક્ત હોવાને લીધે બે ઘડી નવરાશની વેળાએ વિનોદ કરે એમાં જ મેટું સુખ માણે છે. ઠાઉકું હાસ્ય (Humour), મમ્મળાં કટાક્ષ (wit), વાણુની મીઠાશ, અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્યો, એ વડે દલપત શૈલીનાં શાંત ને સુખધક વર્ણને ઝગઝગી રહ્યાં છે. દલપતરામની ચોટ સદા સભાના મનનું રંજન કરવા ઉપરજ રહેલી હોય છે, અને તેમાં તે બરાબર ફતેહ પામે છે; કેમકે, શ્રોતાના મનમાં ઉતરીને તેને કેમ લાગે છે તે જોવાની શક્તિ આ કવિતામાં છે."*
મરણ મુકર, પૃ. ૯૮-૯૯, ઝાલરામ રાત્રિ ૫, ૧૦૭