________________
પ્રકરણ ૨૦.
કવિ દલપતરામ ડાહ્યાભાઈ
66
-
"
The real task before the Vernacular Societies is not so much that of patronising the most highly taught pupils' of English institutions, as that of searching for and encouraging such meritorious native scholars as Kaveshwar Dalpatram Dahya.
(Bombay Quarterly, October, 1851 page 106.j
91
“ એમની કવિતા તે એમના પેતાના સમયના ઇતિહાસ જેવી છે, અને એમને જન્મ ગુજરાતની નવી ઘટનાના આરંભનાં કાર્યોમાં ઉપયેગી થવા માટે જ થયેા હાય એમ લાગે છે. એવા જન્મ સાંકેતિક જન્મ કહેવાય છે. કાઈ સમયના નોંધી રાખવા જેવા ફેરફાર વખતે એવા પુરુષના જન્મ થાય છે.
,,
( કાશીશ’કર મૂળશંકર દવે કૃત ‘દલપતરામ’ પૃ. ૧૦૬.)
અર્વાચીન ગુજરાતનું ઘડતર ઘડવામાં કવીશ્વર દલપતરામના હિસ્સા મહત્વને છે અને એના વિધાયકાની ચિરસ્મરણીય નામાવિલમાં એમનું નામ આગળપડતું છે. અમદાવાદમાં એમને ખેંચી આવામાં અમે કોઇ અદશ્ય હાથ જ નિહાળીએ છીએ. કવિને ાસના મેળાપ થયા ન હોત, તે એમની નૈસગિક શક્તિને ફૂલીફાલી ખીલવાને આવા સારા અને સાનુકૂળ અવકાશ અને જનસેવા કરવાની ઉમદા તક પ્રાપ્ત થાત કે કેમ, એ એક અણુઉકેલ ગૂઢ પ્રશ્ન જ રહેવાના.
સૌરાષ્ટ્રની સરહદ ઉપર ભાગાવા નદીને કાંઠે આવેલા વઢવાણ શહેરના એ મૂળ વતની હતા, અને એમના જન્મ એ સ્થળે તા. ૨૪ મી. જાન્યુઆરી સન ૧૮૨૦ ના રાજ થયા હતા. ડાહ્યાભાઈ એમના પિતાનું નામ હતું, અને અમૃતબાઈ માતાનું નામ હતું. તે રાતે શ્રીમાળી બ્રાહ્મણ, સામવેદી શાખાના હતા. કંઈક વિદ્યાભ્યાસ ઘેર પિતા પાસે કરેલો તેમજ ગામઠી શાળામાં પણ શિક્ષણ લીધેલું. એ જે જ્ઞાન પ્રાપ્ત થયેલું તે એવી કોટિનુ નિહિં કે તેમને