________________
૨૩૪
બાંધી આપ્યું હતું; એટલુંજ નહિ પણ પહેલવહેલા શ્રીમંત સરકાર સયાજી રાવ અમદાવાદ પધારેલા તે વખતે એમના મકાને ખાસ પધારી એમને માટુ માન આપ્યું હતું.
સાસાઇટી સાથે શરૂઆતથી એમનો સંબધ હતા. પહેલી કમિટીમાં એમની એક સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી હતી. તે પછી મેનેજીંગ કમિટીમાં નિમાયલા; અને મી. સિવર્ડ જતાં એમને આનરરી સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. પણ ઉપર જણાવ્યા મુજબ એમનું રાજકાટ જવાનુ થતાં, એમની પછી હેડમાસ્તર તરીકે આવનાર મી. ટી. બી. કિસે એમને આનરરી સેક્રેટરી તરીકેના સાસાઇટીને વહિવટ પણ સંભાળી લીધો હતો.
રા. સા. ભોગીલાલભાઈનું જીવન ચરિત્ર કોઈ અજ્ઞાત મિત્રે લખી રાખેલું સન ૧૯૨૫ માં સાસાઇટીએ પ્રસિદ્ધ કર્યું હતું. તે સૌ ને વાંચવા જેવું છે. તેમનું જીવન ખાધપ્રદ, જેટલું ઉજ્જવળ તેટલું શુદ્ઘ, કત્ત વ્યપરાયણ અને પ્રમાણિક માલુમ પડશે. એમના વિષે દી. બા. અંબાલાલભાઇએ કહ્યું હતું કે,
66
સત્ય ખેલવું અને સત્ય આચરવું: હું જૂૐ નહિ મેલું અને જૂહું” નહિ આચરૂં એમ એમના નિશ્ચય ખરે. એના પ્રત્યક્ષ દાખલા બન્યા છે. ભાગીશાલભાઈ પ્રાણવલ્લભદાસ પ્રથમ અહીંની સ્કૂલમાં હેડમાસ્તર હતા. ૧૮૬૪-૫ માં એક એક નીકળી એમાં એમને અને એક બીજા ગૃહસ્થને (એ ડેપ્યુટિ કલેકટર હતા. એમનું નામ આપવાની જરૂર નથી. ) સારા પગારની નેકરી મળવાની હતી. પેલા ગૃહસ્થે શરીરે કામ કરવાને અશક્ત હું એવું ખોટું ઈન્વેલિડ સર્ટિફિકેટ ’( અશક્તિનું સર્ટિફિકેટ ) મેળવી પેન્શન લીધું અને એકમાં જોડાયા. ભાગીલાલભાઇએ કહ્યું: હું કામ કરવાને શક્તિમાન છું છતાં નથી એમ નહિ કહું—ભલે મને પેન્શન ન મળે. પછી રાજીનામું આપી પેન્શનનું નુકશાન વેઠીને એકમાં દાખલ થયા, પણ જૂ ન જ મેાલ્યા. ''+
સી. ટી. બી. કટિસ.
કવિ દલપતરામે સન ૧૮૫૦ માં સુરતમાં એન્ડ્રુસ લાયબ્રેરીમાં ‘ સંપક્ષની સંવાદ’ અને ‘ હુન્નરખાનની ચઢાઈ ' એમનાં એ એ કાવ્યા જાહેર સભામાં ગાઇ સંભળાવ્યાં હતાં, તેમાં પ્રમુખસ્થાને મી. ટી. બી. કર્ટિસ બિરાજ્યા હતા. એએ તે વખતે સુરતમાં ઇંગ્લિશ સ્કુલના હેડમાસ્તર હતા. રા. સા. ભોગીલાલભાઇ + વસન્ત, વર્ષ ૧૩, અંક ૪.