________________
૨૨૦
૩ દર વરશ ડિસેમ્બર મહિનામાં મેટી મંડળી ભરાશે. તેમાં જે સેમ્બરે હાજર હશે તેઓ એક કમિટી મુકરર કરશે. તે કમિટીએ મંડળીનું કામકાજ ચલાવવું.
૪ વરશ દહાડામાં કમિટીમાં ઈ જગે ખાલી પડે (કોઈ મેમ્બરની પરદેશ બદલી થાય છે.) તે તે ઉપર કમિટીવાળાએ બીજાને ઠરાવો.
૫ દર વરશે દશ રૂપીઆ આપવાનું કબુલ કરનારા તથા એકદમ રૂ. ૫૦) બક્ષીસ આપનારા તથા તેથી જાદે આપનારા તે સરવે મેમ્બરમાં ગણાશે.
૬ કમિટીએ એક વરસમાં મંડળની મૂળ પંજીની ચોથાઈ ઉપરાંત મેમ્બરને પુછયા વગર ખરચ કરવું નહિ.
૭ આવતા વરશની કમિટીમાં બેસવા સારૂ નીચે લખેલા સાહેબને અરજ કરવી. ક્યાન વાલીસ,
રેવરંડ. જી. દબલ્યુ પીરીટસ. યાપ્ટન ફુલજેમ્સ,
એ. કે ફારબસ એસ્કવાયર. રેવરંડ. આર. ઇ. ટીવીટ, ઇ. જી. ફાસ. એસ્કવાયર.
વાત નીકળી કે એ. કે. ફારબસ એસ્કવાયરને મંડળીના સેક્રેટરીનું કામ પિતાને માથે લેવાની વિનતિ કરવી અને તે સરવે મેમ્બરોએ કબુલ કર્યું.
નક્કી કર્યું કે આ મંડળની પુછ હઠીસંગ કેશરીસિંગને ત્યાં મુકવી.
ઠરાવવામાં આવ્યું જે હરેક મુકરર બાબત કમિટીને ઠરાવ થયા પછી સેક્રેટરીએ એ પુંછમાંથી રકમ ઉપાડવી.
કરાવવામાં આવ્યું કે સેક્રેટરીએ મંડળીને હિસાબ રાખ તથા કાગળ પત્ર લખવા તથા મંડળી એકઠી કરવી એ વગેરે બીજું કામ હોય તે કરવું.
કરાવવામાં આવ્યું કે કમિટીમાં ત્રણ મેમ્બર મળ્યા એટલે બરાબર કમિટી ભરાઈ એમ જાણવું
* ફક્ત એક બે વખત ડિસેમ્બર મહિનામાં ભરાઈ હશે. પછી સેસેટીને વહિવટ લંબ થયો એટલે ડિસેમ્બર પછી જ્યારે હિસાબ તૈયાર થાય ને અવકાશ ભળે ત્યારે જનરલ સભા ભરાવા લાગી.