________________
૨૧૩ અને તે વિષે વિવેચન કરતાં બોલ્યા હતા કે,
મને ભરૂસે છે કે, સેસાઈટને આશ્રય આપવા સારૂ આપણા મિત્ર મિ. સેરાબજી જમસેદજી સરખા બીજા ઘણું હાંસીલા છે. સંસાઈટીને કેવી રીતની મદદ જોઈએ છે, તેણે શાં શાં કામ કર્યો છે, અને તે શું કરવાનો અભિલાષ રાખે છે તે સહુ બિના જગ પ્રસિદ્ધ કરવાની માત્ર અગત્ય છે. હર વર્ષની રીત પ્રમાણે સંસાઈટીના ઉઘરાણાની ટીપ સઘળે ઠેકાણે ફેરવવામાં આવે છે અને મને નક્કી છે જે સુજન અહીં પધારેલા છે તેમાંના ઘણા ખરા એ ટીપમાં પિતાનાં નામ ઉમંગથી વધારશે.
મિ. પ્રેમચંદ રાયચંદ જે અત્રે પધારેલા છે, જેમણે “બે બે યુનિવર્સિટીમાં, સુરતમાં છોકરીઓની કેળવણુમાં, અને વાસ્તવિક બેલીએ તે સુધારાનાં સઘળાં કામમાં ઔદાર્ય મતિથી નાણુની સારી મદદ આપે છે, તેમણે મને સભાને જાહેર કરવાની રજા આપી છે કે, હું સોસાઈટીના ઉઘરાણમાં દસ હજાર રૂપીઆની રકમ ભરીશ. આ વાત સાંભળી સહુ જય જય શબ્દ ઉચર્યા !
એ દરખાસ્તને અનુમોદન આપતાં રાજેશ્રી કીકાભાઈએ જણાવ્યું હતું કે, “આ સોસાઈટીને સ્થાપન થયાં ૧૫–૧૬ વર્ષ થયાં, ત્યારથી દિવસે દિવસે સુધારા ઉપર કામ આવ્યું છે એટલું જ નહિ, પણ વિદ્યાને ફેલાવ, અને લાયબ્રેરી તે એના પ્રતાપ વડે કરીને થઈ છે.
જુઓને લાયબ્રેરી થવાથી ન્યુપેરે વગેરેથી માહિતગારી વગેરેને ઘણા પ્રકારને ફાયદો થયે. વિદ્યા જેવું મોટું પુન્યનું કામ નથી, ગરીબ લોકને માટે ફંડ ઉત્પન્ન કરવું, રૂપીઆ વૈોંચવા, ધર્મશાળાઓ કરવી, ઇસ્પાતાળ કરવી, એ સર્વ વિદ્યાને પ્રતાપ છે. જે વિદ્યાની વૃદ્ધિ થઈ તે રોજગાર વળે, દ્રવ્ય વધ્યું, સારા સારા વિચાર વિધ્યા, ને તેણે કરીને ઉપર બતાવેલા ઉપકારનાં કામ થયાં, ને થતાં જાય છે. એટલે વિદ્યા એ ઝાડ છે. ને બીજાં ધર્મનાં કામ તે એની શાખાઓ છે. ફક્ત શાખાઓને કલમ કરી બેશી રહેવા કરતાં ઝાડને પાણી વગેરે પાઈ પુષ્ટ રાખ્યું તો, શાખાઓ સહેજે સારી રહેશે. માટે સર્વ પુન્ય, ને સર્વ સારા કામનું મૂળ જે વિદ્યા છે, તેની પુષ્ટિ આવી સેસાઇટીઓ વડે છે. માટે ઉદાર ચિતના ગૃહસ્થાએ આવા કારખાનાની સહાયના કામમાં સારી મદદ કરવી ઘટે છે.”
અને સભામાં ટીપ કરતાં એ ઘડીએ નીચે મુજબ રકમે તેમાં ભરાઈ હતીઃ