________________
.
.
પ્રકરણ ૩. '
મનહર છંદ, “ઈસ્વિસે અઢારે અડતાળીસની સાલે શુભ, તારિખ તે છવીસમી સેંબર માસની; મંગળ વાસરે મહા મંગળક ક્રિયા કીધી, કિલ્લાક સાહેબ તણી કીર્તિના પ્રકાશની; સ્થાપી ગુજરાત વર્નાકયુલર સોસાઈટી તે, અધિક વધારનારી વિદ્યાના અભ્યાસની; દ્વિજ દલપતરામે દિલથી આશીષ દીધી, આજથી સંસાઈટી તું થજે અવિનાશની.”
(દલપત કાવ્ય, ભા. ૧-પૃ. ૧૧૫) એવા શુભ ચોઘડીઆમાં ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની સ્થાપના થઈ હતી કે આરંભના એક નાના આગ્ર વૃક્ષના બીજારેપણમાંની ફુલી ફાલીને આજે એક વિશાળ આમ્રકુંજમાં ફેરવાઈ ગઈ છે, અને છેલ્લાં ખાસી વર્ષ થયાં, તેનાં મિષ્ટ અને અમૃત જેવાં ફળોનો આસ્વાદ ગુજરાતી જનતા ઉમંગભેર લઈ રહી છે, તે જોઈને તેના સ્થાપકને આત્મા પ્રવિત થતું હશે.
સન ૧૮૪૬ માં અલેકઝાંડર કિન્લોક ફોબર્સ સાહેબ અમદાવાદમાં આસિસ્ટંટ જડજ નિમાઈ આવ્યા હતા. એમને ઇતિહાસને ભારે શેખ હત; જેમ ગ્રાન્ટ ડફે મહારાષ્ટ્રને ઇતિહાસ લખીને અને કર્નલ ટેડે “રાજસ્થાનને ઇતિહાસ” લખીને અમર નામના મેળવી છે, તેમ આપણે કહી શકીએ કે ફેંર્બસ સાહેબે “રાસમાળા' રચીને ગુજરાતની અમૂલ્ય સેવા બજાવી છે. તે ગ્રંથ માટે એતિહાસિક સાધને એકઠાં કરતાં જેમ તે ગુજરાતી પ્રજાનો આત્મા પિછાણી શક્યા તેમ તેમની અજ્ઞાન અને વહેમી, જડ સ્થિતિથી એમનું ઉમરાવ હૃદય દ્રવી ગયું; અને તેમને લાગ્યું કે જુનાં ઈતિહાસ અને સાહિત્યનાં લખાણ અને સાધનસંગ્રહ એક સ્થળે સાચવી અને સંગ્રહી રાખવાની જેટલી આવશ્યકતા છે, તેટલી જનતાને કેળવણી આપવાની પણ છે.