________________
૧૨૯
library is also at work in copying the old manuscripts, which contain the only real Guzaratee in existence and which must eventually prove of the highest value, when as I hope we shall be enabled to cause the compilation of a Dictionary. "×
અને આ કાર્ય માત્ર એક શુભેચ્છામાં જ સમાઈ રહ્યું નહોતું; કેમકે સન ૧૮૫૧ નું કામકાજ નાંધતાં કવિ દલપતરામ જણાવે છેઃ
“ હાથનાં લખેલાં પુસ્તકા શામળ ભટનાં આઠ, નરસિંહ મહેતાનાં આર્ડ, એક લજ્જારામ ભટનાં ગીતેાનું તથા ખીજાં છ તે રચનાર કવિએના નામ વગરનાં, એ રીતે ૨૩ પુસ્તકા એ વરસમાં લખાયાં. તે નામ વગરનાં પુસ્તકામાં રામાયણ તથા ભારતની સારી ગુજરાતી ભાષામાં કથાઓ છે.’” વાર્ષિક રીપાર્ટીમાં સેક્રેટરી વળા લખે છે કે એવાં પુસ્તકોનો સંગ્રહ કરવા ઘણા જરૂરના છે. કેમકે એક તેા તે પુસ્તકા લોકોને વાંચવા મળે અને તેમાંના શબ્દો એકઠા કરીને ગુજરાતી કોશ થઈ શકે. કાશને માટે ૬૦૦૦ શબ્દોનો તા સંગ્રહ કરેલા છે; અને કાશનું સંપૂર્ણ પુસ્તક કરવાને તેા કેટલાંક વરસ ોઇએ. એવું પુસ્તક બનાવવાનાં સાધનાના સંગ્રહ કરવા એ સાસટીની આછી ફરજ નથી. જ્યારે એવું પુસ્તક તૈયાર થશે, ત્યારે સાસૈટીનાં કામનું એક સંભારણું રહેશે અને જે લોકો સેસટીના કાયદા જાણતા નથી તેમને પણ માલમ પડશે. (તે વખતે સાર્સટીના આસિસ્ટંટ સેક્રેટરી શા. મગનલાલ વખતચંદ હતા. તેઓ શબ્દો એકઠા કરવાનું કામ કરતા હતા.)
સન ૧૮૫૪ માં એ શબ્દ સંગ્રહમાં ૯૦૦૦ શબ્દો એકઠા કર્યાંની નોંધ મળે છે; પણ સન ૧૮૬૪ ના રીપોર્ટમાં પૂર્વે જણાવી ગયા પ્રમાણે એક સારા કાશ અને વ્યાકરણના અભાવ માટે સેક્રેટરીએ ખેદ દર્શાવી તે કામ માટે એક મોટું ફંડ ઉભું કરવા માગણી કરી હતી; અને તે વર્ષની વાર્ષિક સભામાં ઉઘરાણું થતાં એક સારી રકમ ટીપમાં ભરાઈ હતીઃ પરંતુ તે નાણું મેળવવામાં વિદ્યબ થયા હોય કે તે ભરાયેલું નાણું મળ્યું નહિ હાય, ગમે તે કારણ હા, પણ સન ૧૮૬૫-૬૬-૬૭ ના રીપોર્ટમાં તે સબંધમાં નીચેનાં વાક્યે નજરે પડે છેઃ
* Report G. V, Society, 1849, page 9. * • બુદ્ધિપ્રકાશ ’સન ૧૮૭૮–પૃ. ૩૦