________________
૧ર૭
થએલો છે. અને હિંદુસ્તાનના બીજા ભાગોમાંના વિદ્યાર્થીઓ સાથે વહેવાર સુગમ કર્યો છે, કેમકે આ અમુક રૂપમાં જુને અર્થ સાથે ધાતુ હિંદુસ્તાનના તમામ ભાગમાં વિદ્વાન સ્વદેશીઓના જાણ્યામાં છે. ઉત્તર હિંદુસ્તાનની દેશી ભાષા અને સંસ્કૃત ભાષાનાં મૂળ સંબંધી રૂપે સાથે ગુજરાતીને મુકાબલો સેલ ક્યમાં આવ્યો છે. અને જે નિયમથી હાલની ગુજરાતી ભાષા થઈ છે તે નિયમે ખુલા કર્યા છે.
પાંચમું –ઉદાહરણ (અ.) દરેક ધાતુને ઓછામાં ઓછા એક દાખલો તેની લગાયત આપે છે. સરખાપણાને માટે ત્રીજો પુરૂષ, એક વચન, સામાન્ય રૂપ, અને વર્તમાનકાળ સર્વ ઠેકાણે પસંદ કરે છે. આ પસંદતાને માટે વધારે કારણ એ છે જે દેશી વ્યાકરણમાં આપેલ ઘણે સાધારણ દાખલો છે. આ સાધારણ ધાતુ બીજા દાખલા વિના રહેવા દીધા છે. (બ) જ્યારે ધાતુ સાધારણ હોય છે ત્યારે તેમાંથી નીકળેલાં કેટલાંક નામ આપ્યાં છે. આ નામ સાધારણ રીતે ત્રણ ને વખતે ચાર રૂપમાં દેખાય છેઅસલ સંસ્કૃત જૂનું પ્રાકૃત (પછીનું પ્રાકૃત વારંવાર અપભ્રંશ છે.) અને ચાલતી ગુજરાતી. હાથનાં લખેલાં પુસ્તકમાં આ શબ્દની વચ્ચે બરાબરનું ચિન્હ (8) મુકેલું છે. વળી નીચે લાલ લીટી દેરી ગુજરાતી સારી પેઠે જુદી પાડી છે. જે એક શબ્દનાં આ જુદાં જુદાં રૂપ જુદાં જુદાં બીબાંથી છપાય તે વાંચનારને સુતર પડે. પણ આ થકી આ પુસ્તક છાપવાનું કામ મુશ્કેલ પડશે, કેમકે હિંદુસ્તાનની અક્ષરમુદ્રાઓ પાડવામાં એક જ લીટીમાં જુદા જુદા અક્ષરે છાપવામાં થોડું કે બીલકુલ લક્ષ દેવાતું નથી.
કોઈને આ ચેપડીમાં જોતાં વાંત માલુમ પડી આવે એવી એક અડચણ છે, પણ થોડો વિચાર પહોંચાડે તે દૂર થશે. જે ધાતુઓ ઉપરથી સાધારણ ગુજરાતીમાં કઈ પણ શબ્દ નિકળી આવ્યો નથી એવા કેટલાક ધાતુ આ પુસ્તકમાં આપ્યા છે; પણ આ પુસ્તક તૈયાર કરવામાં ગુજરાતી ભાષાને બોળા વિસ્તારમાં આપણે ગણવી પડી છે. આ ભાષાની પ્રાચીન મધ્ય સંબંધી વિદ્યામાં સાધારણ ઉપયોગમાં ના આવતા શબ્દો પુષ્કળ છે.
ધાતુનું પુસ્તક” આ અસાધારણ શબ્દોના ભાયના જાણવામાં મદદ કરશે. વળી ગામઠી ભાષામાં તરેહવાર શબ્દો પુષ્કળ છે, તેમનાં મૂળ દસ્તુરની રૂઈએ સે વસા ધાતુમાં માલમ પડશે. પ્રાંતના, કે કવિતા સંબંધી શબ્દોમાં કોઈને અમારે વિસારી મુકવા ન જોઈએ. કેમકે અમને ખબર નથી કે