________________
૧૨૫ એ બોલવા ઉપરથી કાંઈ ભિન્ન ભાવ જણાતો નથી. વળી એ સાહેબે ગુજરાતી ભાષાના ગદ્યપદ્યાત્મક અનેક ગ્રંથ વાંચ્યા છે. જૂની ગુજરાતી અને નવી ગુજરાતી ભાષાના ભેદ પણ પોતે સમજે છે. વળી તે પિંગળ વિષે સારું સમજે છે, અને ગુજરાતી ભાષામાં કાવ્ય કરે છે. ફારસી ભાષાના શબ્દ લીધા વિના પોતે શુદ્ધ ગુજરાતી ભાષામાં લખી જાણે છે. હસ્ય દીર્ધાને ભેદ પણ પિતે સમજીને લખે છે. એ સાહેબ ભાષાશાસ્ત્ર વિષે ઘણું જાણે છે, માટે તે સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી ભાષા જાણનારા ગુજરાતી વિદ્વાનને તે ઘણું ચાહ્ય છે.”
ધાતુ સંગ્રહ ભાષાના અભ્યાસમાં મદદગાર થઈ પડે એવું બીજું મહત્વનું પુસ્તક, એમણે લખ્યું તે “ધાતુ સંગ્રહ” નામનું હતું. આ પુસ્તક રચવામાં એમને શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસે કિમતી અને પુષ્કળ સહાયતા આપી હતી. વસ્તુતઃ એ બંનેના એકત્ર પ્રયાસ અને અભ્યાસનું એ ફળ હતું. શાસ્ત્રી વૃજલાલ રચિત બે પુસ્તક “ઉત્સર્ગમાળા” અને “ગુજરાતી ભાષાને ઈતિહાસ” એ વિષે પૂર્વે કહેવામાં આવ્યું છે. સંસાઈટી સાથે એમને સંબંધ ગાઢ હતા. કવિ દલપતરામની ગેરહાજરી દરમિયાન એમણે આસિ. સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. “બુદ્ધિપ્રકાશ” માં એમના લેખ નિયમિત છપાતા અને “શબ્દ સંગ્રહ” ના કામમાં એમને રોકવામાં આવ્યા હતા, એટલે કે કોઈ પણ પ્રકારે એમની વિદ્વત્તા અને જ્ઞાનને લાભ લેવાતો હત; અને કવિ દલપતરામે “ આવા શાસ્ત્રીઓ વિરલ છે, એમ કહેવામાં માત્ર સત્ય. ઉચ્ચાર્યું હતું.” એમની કૃતિઓ વાંચતાં જ વાચકની પ્રતીતિ થશે કે આપણું પ્રાચીન ગુજરાતી ભાષાનું એમનું જ્ઞાન જેમ બહોળું તેમ ઉંડું હતું અને તે સમયની સાધન સામગ્રી વિચારતાં, એમની વિદ્વત્તા માટે જરૂર માન ઉદ્ભવે; યુનિવર્સિટીની પરીક્ષા માટે તે પુસ્તકે નિમાણ થાય, એજ તેની ઉત્તમતાનું પ્રમાણપત્ર છે. ખરે, ગુજરાતી ભાષાના અભ્યાસ માટે એમનાં પુસ્તકે માર્ગદર્શક મિયારૂપ છે; અને આજે પણ શાસ્ત્રીની કક્ષામાં મૂકી શકાય એવા ગણ્યા–ગાંડ્યા વિદ્વાને મળશે.
પ્રસ્તુત ધાતુસંગ્રહ તૈયાર કરાવવામાં સાઈટીને આશરે રૂ. ૧૨૦૦ નું ખર્ચ થયું હતું અને એ ખર્ચ સોસાઈટી ઉપાડી લઈ શકે એવી તેની
+ “બુદ્ધિપ્રકાશ'- સન ૧૮૬૭, પૃ. ૪૮-૪૯.