________________
૧૦૨
એમને જન્મ ૧૮ મી જાન્યુઆરી ૧૮૩૬ ના રોજ થયો હતો. ભાતપિતા ગરીબ હતાં; અને મામાને ત્યાં રહીને મોટા થયા હતા અને વિદ્યાભ્યાસ કર્યો હતો. પ્રાથમિક અભ્યાસ સરકારી ગુજરાતી નિશાળમાં તુલજારામ મહેતાજીના હાથ નીચે કર્યો હોત અને અંગ્રેજીને અભ્યાસ રે. સા. ભોગીલાલભાઈ અને મ. ટી. બી. કટસ પાસે આશરે સાડા પાંચ વર્ષ કર્યો હતો. તે દરમિયાન મરાઠી તથા ઉર્દુ ખાનગી શિખ્યા હતા.
શરૂઆતમાં લશ્કરી પે-ખાતામાં નોકરી કરી હતી; પછી ખેડા વિભાગના ડેપ્યુટી એજ્યુકેશન ઈન્સ્પેકટર નિમાયા હતા, અને પાછળથી મામલત મેળવી હતી.
તેઓ જેમ કાર્યકુશળ અને બુદ્ધિશાળી તેમ સ્વભાવે મિલનસાર અને મમતાળુ હતા. તેના પરિણામે તેઓ ઉપરી અધિકારીની મહેરબાની મેળવી શકતા તેમ પ્રજાની ચાહના સંપાદન કરતા; અને ખેડા જીલ્લામાં ડેપ્યુટી તરીકે કામ કરતી વખતે તેઓએ એ જીલ્લાના મહેતાજીએને એટલે બધે પ્યાર મેળવ્યો હતો કે તેમની બદલી બીજા ખાતામાં થતાં, તેમના સંભારણામાં તેઓએ એક ઉઘરાણું કરી, તે રકમ એમની નામના કાયમ રહે એવો એકાદ વિષય પસંદ કરી, તે પર નિબંધ લખાવવા સંસાઈટીને સેંપી હતી.
આથી સોસાઈટીએ સન ૧૮૬૮ ના જાન્યુઆરીમાં જાહેર ખબર છપાવી કે, “ગુજરાતી ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી કેવી રીતે અપભ્રંશ થયા અને ગુજરાતી વાક્યમાં તે શબ્દો કેવી રીતે વપરાય છે” તે વિષે સરસ નિબંધ લખનારને રૂ. ૨૦૦ નું રાવ સાહેબ હરિલાલ મોહનલાલ ઈનામ સેસાઇટી આપશે. શાસ્ત્રી વૃજલાલ કાલિદાસને નિબંધ મંજુર થયો હતો અને તે “ઉત્સર્ગમાળા ” નામે પ્રસિદ્ધ થયો હતો, જે વિષે પૂર્વે ઉલ્લેખ કરેલો છે. - એ નિબંધ વિષે લેખકે યથાર્થ જ કહ્યું છે કે “આ ઉત્સર્ગને
ધ્યાનમાં રાખનાર પુરૂષ સંસ્કૃત ઉપરથી ગૂર્જર ભાષા આ પ્રમાણે થઈ છે તે સમજશે અને શબ્દ ઘડવાની ટંકસાલ તેને હાથ લાગશે.”
{ ઉત્સગ માળા પૃ. ૮,