________________
વિશેષમાં એટલું ઉમેરીશું કે એ “મિથ્યાભિમાન નાટક” કવિ દલપતરામની એક ઉત્તમ કૃત્તિ છે; તે સાવ નવીન અને સ્વતંત્ર છે, અને ગુજરાતી સાહિત્યમાં ચાર્લસ ડિકન્સના પિકવિકની પેઠે અથવા સર રમણભાઈના ભદ્રંભદ્ર” ની પેઠે એમનું સર્જેલું “જીવરામ ભટ્ટ” નું પાત્ર ચિરંજીવ રહેશે.
સન ૧૮૭૮ સુધીનાં સોસાઇટીનાં પ્રકાશનની યાદી પ્રથમ આપેલી છે, તેમાં આ પુસ્તકનું નામ દાખલ કરેલું નથી; તેનું કારણ એવું સમજાય છે કે, સદરહુ પુસ્તકનું ગ્રંથસ્વામિત્વ, ઉપરોક્ત પત્રમાં જણાવ્યા પ્રમાણે કવિને પ્રાપ્ત થયેલું અને પાછળથી તેમની અન્ય કૃતિની પેઠે આનું પ્રકાશન પણ એમણે સોસાઈટીને સેંપી દીધું હતું.
ફરી પાછા આપણે મૂળ વિષય તરફ આવીએ. “ગુજરાતના ભીખારીઓ” એ વિષય પર સેરાબજી ફંડ ઈનામ માટે નિબંધ મંગાવેલા; તેમાં શ્રી. વિઠ્ઠલદાસ ધનજીભાઈ અને મી. મેરેશ્વર ગોપાળ દેશમુખ એ બંનેને નિબંધ ઉત્તમ માલુમ પડેલા; અને તે બંને છપાવવામાં આવ્યા હતા. બંને નિબંધે જૂદી જૂદી દૃષ્ટિએ લખાયેલા છે. મી. મેરેશ્વરે આપણે ધાર્મિક ઈતિહાસ–તેના ભિન્ન ભિન્ન સંપ્રદાયો અને પશે અવલોકી–તે અધમ સ્થિતિએ પહોંચીને કેવી રીતે તેણે ભિક્ષુકની સંખ્યામાં ઉમેરે કર્યો તે સચોટ વર્ણવ્યું છે અને છેવટને ભાગમાં તેના નિવારણના ઉપાયો દર્શાવ્યા છે, જ્યારે રા. વિઠ્ઠલદાસે તેમના નિબંધમાં વ્યવહારિક નજરે ભિક્ષુકોની વર્ગવારી કરી તે વિષે કેટલીક ઉપયુક્ત હકીકત નોંધી છે, જે આજે પણ જાણવા જેવી જણાશે. ખાસ કરીને એ સમયે સ્વદેશીના પ્રચારાર્થે અને દેશમાં નવા હુન્નર ઉદ્યોગ સ્થાપવા વિષે એ બંને ગૃહસ્થાએ વ્યક્ત કરેલા વિચાર વિચારણીય થઈ પડશે.
- બીજા વહેમોની પેઠે જ્યોતિષનું પિકળ પણ તે કાળે ઓછું પ્રચલિત નહતું. અજ્ઞાન જનતાને શાસ્ત્રને નામે અનેક બ્રાહ્મણે છેતરતા; અને એ કેવું જૂઠ છે, તે બતાવવાને સેરાબજી ફંડ ખાતેથી “જ્યોતિષના ફળાદેશના નિરુપયોગીપણુ” વિષે નિબંધ મંગાવેલા; તેમાં કવીશ્વર દલપતરામને લેખ પાસ થયેલ અને તે “દૈવજ્ઞ દર્પણ” એ નામથી છપાયે હતે. “જોષીનાં રડે નહિ અને વૈદ્યનાં મરે નડિ” એ લોકોક્તિ જાણુતી છે, અને આ લેખના અવલોકન પરથી વાચક જોઈ શકશે કે નબળા મનના મનુષ્યોને ધુતી ખાવાને એ એક પ્રપંચ જ છે; અને તે કવિશ્રીએ બહુ મનોરંજક રીંત સિદ્ધ કર્યું છે.