________________
તેઓ કહે છે,
“સગપણમાં કે સ્નેહમાં દેણા લેણા કામ
અંતે હેત રહે નહી કરજો અને કામ.
X
એક રામ ચઢતાં ગયું રાવણ કેરું રાજ
સેલ રામ શિર પર ચઢે, કહે રહે, કામ લાજ.” એમના રાજાવદ્યાભ્યાસમાંની
“પૂરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજાં.”એ લીટીએ વિસરાય એવી નથી. તેથી કવિએ યોગ્ય જ કહ્યું છેઃ
“ ભણું ગણુ જે ભૂપતી, ભણે કાયદા આજ
રહેશે તેના હાથમાં, નિજ રઇયતનું રાજ.” એમની ગરબીઓ પુષ્કળ છે અને તેની લોકપ્રિયતાથી તેમને ગરબી ભટનું ઉપનામ અપાયું છે. ગરબી અને ધૂળને ભેદ તેઓ આ પ્રમાણે દર્શાવે છેઃ
માંડવી ફરતાં ફરીને તાળી પાડીને ગાઈ શકાય એવા જેટલા રાગ છે, તે ગરબીઓ છે; અને ફરીને ન ગાઈ શકાય, તથા જે રાગ વિવાહમાં શેભે છે, તે ધેળ અથવા ગીત કહેવાય છે, તે પણ કેટલાંએક ધોળ ટુંકા રાગથી ગરબીમાં પણ ગાઈ શકાય છે, જેમકે “અમે ઇડરીઓ ગઢ જીત્યા રે, આનંદ ભલે.” ઇત્યાદિ.
અને એમનું કવિતા વિલાસ' નું પુસ્તક જૂની ધાટીની કાવ્યરચના, અથવા સાયરને મુસાયરામાં એક બીજા કવિઓ હરીફાઈમાં ઉતરી શીવ્ર કવિતા કેવી રીતે રચે છે, તેના નમુના તરીકે વાંચવા વિચારવા જેવું છે. તેનું મૂલ્ય નવીન કવિતાની દાષ્ટએ ભલે ઓછું અંકાય. પણ જેઓ પ્રાસવાળી, દિઅથી, નીતિપ્રાધક અને રમૂજભરી શીઘ્ર કવિતામાં રસ ધરાવે છે, તેમને એ એક નમુનેદાર પુસ્તક જણાશે.
દલપતરામની કવિતાની પરીક્ષા કે તુલના કરવાનું કાર્ય અમે હાથ ધર્યું નથી. અમારે ઉદ્દેશ માત્ર સોસાઈટી તરફથી એમની જે કાવ્યકૃતિઓ