________________
કહીં વળી યુદ્ધ તણે પ્રસંગ, ભક્તિ તણે ભેદ કહી અભંગ; વળી પ્રભુને મહિમા વખાણું, જેથી થયું જીવન સાર્થ જાણું.”
(દલપતકાવ્ય, ભા. ૧, પૃ. ૧૯.) પહેલા ત્રીસ વર્ષમાં સોસાઈટીએ જે પુસ્તક પ્રસિદ્ધ કર્યા હતાં તે બહુધા ગદ્ય લેખો હતા. કેઈ કવિતાનું પુસ્તક ખાસ રચાયેલું નહિ. ગેડર્ડને રાસડે મગનલાલની કૃતિ હતી અને તે બુદ્ધિપ્રકાશમાં પ્રથમ છપાયો હતે. એ જ રીતે કવિતાની બીજી ચેપડીઓ કવિ દલપતરામે રચેલી તેને બહોળા પ્રચાર થવા સાઈટીએ તેને સસ્તી કિમ્મતે છપાવી. હતી. જાદવાસ્થળી, સંપલક્ષ્મી સંવાદ, હુન્નરપાનની ચઢાઈ એ કાવ્યો કવિએ પહેલવહેલાં સુરતમાં ગાઈ સંભળાવેલાં અને તે લોકપ્રિય થઈ પડેલાં. એ કાવ્યની ઉત્પત્તિ એમના સંસાઈટીના ઇતિહાસમાં કવિશ્રીએ નીચે પ્રમાણે વર્ણવી છેઃ
તે સમે સુરતમાં પરહેજગાર નામની એક સભા હતી. તેને હેતુ એ હતું કે સભાના મેમ્બરેએ કેફી વસ્તુથી દૂર રહેવું. તે સભાને. સેક્રેટરી રોમન કેથલીક પંથને હતું અને આસિસ્ટંટ સેક્રેટરી રા. મહીપતરામ રૂપરામ હતા. મહીપતરામભાઈ તે વખતે ત્યાંની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તે સભાની તરફથી દર પખવાડીએ “પરહેજગાર” પત્ર એવા નામનું એક વર્તમાનપત્ર નીકળતું હતું. તેના દરેક અંકની કીંમત છે આને હતી. તે સભાની ફરમાશથી કેફનિષેધ ગરબાવળી, તથા જાદવાસ્થળી વગેરે કવિતા દલપતરામે રચી હતી. અને એંક્સ લેબ્રેરીની સભામાં વાંચવા સારૂ હુન્નરપાનની ચઢાઈ અને સંપલક્ષ્મી સંવાદ દલપતરામે રચ્યો હતો, અને તે સભામાં ભાષણ કરયાં હતાં. મિ. કરટીસ સાહેબ તે વખતે ત્યાંની સ્કૂલમાં આસિસ્ટંટ માસ્તર હતા, અને હુન્નરખાનની ચઢાઈની કવિતા એંસ લેબ્રેરીમાં વંચાઈ ત્યારે સભાપતિની ખુરસીએ કરટીસ સાહેબ બિરાજ્યા હતા. હુનરખાનની ચેપડીની નકલો ૨૦૦૦ તથા સંપલક્ષ્મી સંવાદની ૧૦૦૦ બનાવનારની તરફથી સુરત સમાચારના શિલાપ્રેસમાં છપાઈ હતી.”x
* બુદ્ધિપ્રકાશ-૧૮૭૮-૫. ૨૯, ,