________________
૮૫ ભીમ –પાઘડી પણ લાવ્ય, દે–એ કેને કહે છે? શાસ્ત્રી–તને જ કહે છે. દે –મને લુંટનાર કોણ છે. ભીમ–તે હું છું. દે—હાય, હાય, ભરયા શહેરમાં ખરે બપોરે લુંટી લે છે. ભીમ–તમે નિરંતર બીજા લોકોના કામમાં હાથ નાંખતાં હતા, પણ
હાલ અમે તમારા કામમાં હાથ નાંખીએ છીએ. દેવ–ક્યાં ગયો ? અલ્યા કપુરચંદ તું શાહેદી રહેજે. ભીમ અહિં કઈ તારી શાહેદી પુરે એવો નથી, એ તે સરવે
નાશી ગયા. દેવ—જુઓ, જુઓ ભાઈ, મને વગર વશીલાવાળા ગરીબને લુંટી લે છે.” ભીમર–અરે હળવો બેલ. દેહ–હાય, હાય. ભીમ –શાસ્ત્રીબાવા તમારાં જુનાં લુગડાં લાવો આ ચાડિયાને આપીએ, શાસ્ત્રી–પ્રભુ પ્રભુ ભજ, એ તે અમે ઘણાં વર્ષ થયાં બાધા રાખી છે,
કે આ લુગડાં માતાજીના ધ્વજદંડ ઉપર મેલવાં. ભીમ-આ લુચ્ચા ચાડિયા જેવો બીજો ધ્વજદંડ ક્યાંથી મળશે, અને
માતાજીના ધ્વજદંડ ઉપર તે જરી પટકા જોઈએ એવાં લુગડાં
હોય નહીં. શાસ્ત્રી–તું એની પાઘડી લઈને શું કરીશ. ભીમ –એ લુચ્ચાના હાથ પાછવાહી બાંધીશ.
• ‘લક્ષ્મીનાટક–પૃ. ૪૩ થી ૪૮.