________________
૧૬ર
તે તત્વાભ્યાસી હય, ગાભ્યાસી બને તો તે કલ્યાણ પ્રાપ્ત કરી શકે. . તેમ બ્રાહ્મણ છંદગીભર રસાયાપણું કરે, શુદ્રપણું કરે, સેવા કરે, દુરાચારી હોય, અક્ષરજ્ઞાન વગ નિરક્ષર હોય તો જન્મથી પ્રભુ પ્રાપ્તિ લખાવી લાવ્યા એ કહેવું મુખતા ભર્યું છે. આમાં દુરાગ્રહ કરનારા અજ્ઞાન નથી લેતા તે સ્વાથી કે લોક કીર્તિની કામનાવાળા બહુ ભાગે હેય. સાદી અકલનું કામ છે, પ્રાચીન કાળમાં તે મુજબ ન હતું.
આ પ્રાચીન કાળ પછીના ધર્માચાર્યોના પ્રયત્નો પણ એજ દિશાના હતા. તેઓ પણ વ્યવહરિત ગણતા હતા. રામાનંદ હિંદુ હતો. હેને શિષ્યને કબીર પંથના સ્થાપક કબીર મુસલમાન હતો. નાનકે પણ મુસલમાનને સ્વીકાર કર્યો હતો. શિવાજીના સમયમાં પણ આવા પ્રયત્નો થયા હતા. તુકારામ, રામદાસ, . નામદેવ ઇત્યાદિ સંતોને જતિ નડી ન્હોતી, ને ઘણુક ભકતે સુધ્ધાં શુદ્ધ હતા.
- શ્રી વલ્લભાચાર્યની ઉદારતા. આ પણ એ બધું છેડી આ સંપ્રદાયમાં ક્યાં સુધી આદિ ધર્મગુરૂઓએ ઉદારતા બતાવી હતી તે જોઇશું. આ વાત એમની વાત એના પુસ્તકો વાંચવાથી સ્પષ્ટ હમજાશે. એ વાર્તાઓ કે તે પુસ્તકે અપ્રમાણિક છે એવું કંઈ પણ એ ધર્મના અનુયાયિએ હજી કહ્યું નથી. “૨૫૨ વૈષ્ણવોની વાર્તામાં ૨૩ મી વાર્તામાં, બાદશાહ અકબર, બીરબલની પાછળ છુપે વેશે દર્શન કરવા ગયેલ. ગોસાંઈજીએ મ્યુચ્છથી મંદિર ભ્રષ્ટ થવાને ઠેકાણે મહા પ્રસાદ બાદશાહને માટે મોકલ્યો હતો.
૩૩ મી વાર્તામાં અલિખાનની જે જાતે પઠાણ હતો તેની પુત્રી સાથે શ્રી નાથજી સ્વયં નૃત્ય કરતા ! ૯૧ મી વાર્તામાં પ્રખ્યાત ગયા “તાનસેનને ગોસાંઈજીએ શરણ લીધા હતા અને યવન છતાં દૈવી જીવ જાણી નામ નિવેદન કરાવેલું. વળી મયા કે મેહા ઢીમર અસ્પૃશ્ય જાતિનો શુદ્ર હતું તેને શરણ લીધેલાનું આપણે આગળના પ્રકરણમાં જઈ આવ્યા છીએ. આ રીતે અનેક દૃષ્ટાંતો જડે છે.
રસખાન પઠાણના શૃંગાર ગીત ગવાય છે, ભગવાન શંકરને નિંદક તે મુસલ્માનના સ્વીકાર કરે એ વિલક્ષણતા વિચારવા જેવી છે,