SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ભક્તિભાવભય ભાગ્યેજ ગણાય. માણસ તૈકીક પ્રેમ તરફ કંઈક આસકત હોવાથી સઘળે પ્રેમને શુદ્ધ પ્રેમ સમજી એક પ્રકારે અશુદ્ધની ઝાંખી કરી તેને શુદ્ધ માને છે. પરમાત્માની પ્રાર્થના કરવાની છે, સ્તુતિ કરવાની છે, ભકિત કરવાની છે, સુખ દુઃખાત્મક સંસારમાં કામ ક્રોધાદિરિપુઓનું દમન કરવા ધમબળની યાચના કરવાની છે, વિકારોની પ્રબલતા ન મે માટે નિત્ય શાસ્ત્ર જ્ઞાનને તેના ઉપદેશાનું સાર સોપાસન કરવાના છે, પ્રભુના ગુણોત્કર્ષના ગાન કરવાના છે, પણ તેમાં આ પ્રમાણે અંધ, જ્ઞાનહીન શગારી, કામુક્તાવાળી ભક્તિ એ કદી સાધન થઈ શકે એમ નથી. આ સંપ્રદાયનું વેદાંત, તત્વજ્ઞાન શુદ્ધત છે, શાંકરના અત સામે મુખ્ય કરી એમણે અતિ નિંદાજનક રીતે આક્ષેપ કરેલા છે, શ્રી શંકરાચાર્યે અદ્વૈતવાદનું સ્થાપન કર્યું હતું. બેશક આ નામ પરથી એવું અનુમાન નીકળી શકે કે તે પહેલાં દૈતવાદ પ્રચલિત હશે. એકવાર એવું નામ સહેતુક ન ગણાય કારણ એ નામ કાંતિ તે એકલા જીવનું કે એકલી પ્રકૃતિનું વાચક ગણાય. આ શિવાય એકાદ બે બાબદ વિચારવાની છે કે સ્ત્રીઓને પ્રાચીન આયેશા સેથી ઉંચી પદવી આપે છે. તેને પુરૂષની અધગના તરીકે સ્વીકારવામાં આવે છે. સ્ત્રીઓ સંસાર વ્યવહારમાં ઘર સૂત્ર રીત રિવાજ સર્વમાં મુખ્ય ચાલાક અંશ છે. સર્વ સંસારની ઉન્નતિને મુખ્ય આધાર આ જનન શક્તિ-જનની–સ્વરૂપસ્ત્રીઓની સંસ્કૃતિને સુધારણા પર છે. ગાગ મેત્રેયીના નામે તે સુપ્રસિદ્ધ છે. બલ્ક પુરૂષો કરતાં પણ વધુ સંસ્કારની આવશ્યકતા એમને છે એમ કહીયે તો ચાલે. તે તેમને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તે આપણે જોઈ ગયા. સ્ત્રીઓ જ બહુ ભાવકડી હેય છે, તેઓજ ભક્ત હોય છે. આ સેવા ને પ્રભુ પ્રાપ્તિના અધિકારી તેઓ જ છે. કારણું શાસ્ત્રજ્ઞાન કે અક્ષરજ્ઞાનની આવશ્યકતા નથી, ધમચર્ચા કે ધર્મબળની જરૂર નથી, મનોબળને કેળવવાની જરૂર નથી. માત્ર આ આચાર્યોને લાલજીના પૂજન ને તેની સેવા કરવી અને એટલામાં જ તેમને ઉદ્ધાર થાય છે. વળી તેમની આ ભક્તિ કેવા પ્રકારની હોય છે, એનું તે
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy