________________
૧૫૬ .
સરખી રહી શકે નહીં. મુસમાનના સંસર્ગથી અનેક આચાર વિચારોમાં ફેરફાર થતા ગયા. પહેરવેશમાં અને સભ્યતાને અનેક રિવાજોમાં મુસલમાની રાજ્યવહિવટથી કેટલીક નીતિરીતિઓ અંગીકાર કરાયેલી છે. તેવી જ રીતે અનેક માન્યતાઓમાં પણ પરસ્પર સગવશાત ફેરફારો થયા. પ્રાચીન ધર્મોની આ સ્થિતિમાંથી મુક્ત થવા અનેક શાખાઓ નવીન ફૂટી, અને તે અરસામાં આ વલ્લભાચાર્યને સંપ્રદાય નીકળે. અર્થાત જે કાળે આવા માર્ગો ઉદભવ્યા છે તે કાળે એક રીતે આ સવ સુધારાજ હતા. આજની રૂઢ થયેલી દષ્ટિને કે સંપ્રદાયમાં રહીને જોવાની દષ્ટિને લઈને કે સત્ય જોવાની કે જાણવાની ઉપેક્ષા વૃત્તિને લીધે આ સુધારા ન લાગે પણ તે કાળે એક પંથ પર અન્ય પંથે એવી રીતે ઉદભવનો ક્રમ વિચારતા આ સત્ય જણાશે. આ સર્વેમાં પાછી એક વાત લક્ષિત કરવાની છે. આ સર્વ આચાર્યોએ વેદને મૂલાધાર સ્વીકારી તેને પાયારૂપ ગણવાનું સ્વીકાર્યું છે, અને તેના પર હિંદુપણનું ને આર્યપણાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. આટલા માટે મૂળના વેદ ધર્મ સાથે આ પ્રવર્તકના તેમજ તેના અનુયાયિના જીવનને પ્રવર્તાવેલા સિદ્ધાંત કેટલે અંશે મળતાં આવે છે એ જોવાનું આપણને પ્રાપ્ત થાય છે. - ઉપર જોયું તેમ વેદના યજ્ઞ યાગાદિને સર્વથા લોપ કરવામાં આવ્યો છે. વળી પરમાત્મા પ્રાપ્તિનું એક સાધન જે યોગ તેનું પણ એ માર્ગમાં કશું વિધાન નથી. પ્રાચીન આર્યોની આશ્રમ વ્યવસ્થામાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યાસ એવા ઉત્તરોત્તર જીવનક્રમ જણાવેલા છે, અર્થાત મનુષ્ય સંસારમાં ધર્મપૂર્વક યથાવત અમુક કાલ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી પછી ગૃહસ્થાશ્રમનું યથાવિધિ સેવન કરી વાનપ્રસ્થ અને તે અવસ્થામાં શાપદેશિત ધમમાગે છવનનું વહન કરી સંન્યાસ ગ્રહણ કરવાનું ઉપદેશવામાં આવેલું છે. આ સર્વને મૂલોછેદ કરી માત્ર ગૃહસ્થાશ્રમને પ્રાધાન્ય અર્પાયલું છે. વાનપ્રસ્થાશ્રમાદિ ઇતર આશ્રમની જરૂર નથી એમ સ્વીકારવામાં આવેલું છે. બુદ્ધ ધર્મપર એક આક્ષેપ મૂકવામાં આવે છે કે એ ધર્મમાં ભિક્ષુકોનુ