________________
૧૩૫
માંડી જે હેની બહેનના સાંભળવામાં આવતાં તે છોડાવવા આવી, પણ રૂદ્ર સ્વરૂપ મહારાજે બન્નેને ક્રોધાવેશમાં કાપી નાંખી. આ . વાતની રાજાને ખબર પડતા ૫૦૦૦૦ રૂપિઆ દંડ કર્યો. વર્તમાનકાલની સામાન્ય સ્થિતિ તથા અર્થપ્રાપ્તિના
અગ્ય ઉપાય. ઉપર લખ્યા મુજબના અનેક દ્રષ્ટાંત જડે છે છતાં અંધશ્રદ્ધાળુ સેવકો એમને જન્મથીજ સાક્ષાત ભગવાન તરીકે સ્વીકારે છે. અને જેમ નંદરાયજીને ત્યાં શ્રી કૃષ્ણના જન્મની ધામધુમ થઈ હતી, તેમ વૈષ્ણવ જન્માષ્ટમિને દહાડે હાલમાં કરે છે. મહારાજો પિતાને ત્યાં બાળકના જન્મ સમયે ધામધુમ કરે છે. દહીં દૂધ વિગેરે સેવકો ઉપર નાંખે છે. કેટલાક ભાવિક અને બાયેલા સેવકે હીંચે લીયે છે. (હીંચો એટલે, વચ્ચે એક લકી વગાડે ને હેને ફરતા માણસે ગીત ગાય ને નાચે) પ્રત્યેક વૈષ્ણવ જાણે ભગવાનને અવતાર થયો હોય તેમ આનન્દ પુર્વક એક બીજાને કહે છે કે શ્રી ફલાણજીને ત્યાં લાલજી પ્રગટ્યા, બાળક પ્રગટયા.
એ બાળક મહાપ્રભુજી સૂવાવડખાનામાંથી બહાર નીકળતા થયા કે લોકો તેના દર્શન ઘણું ભાવથી કરે, હેના ચરણ સ્પર્શ કરે, અને પિતાથી બનતી સેવા પણ કરે છે. એ બાળ-મહા પ્રભુજી જરા હમજણા થયા કે હેને વૈષ્ણવો પગે લાગવા આવે અને જે વહાલા! મહારા વહાલા! શ્રી વલ્લભ રાજકુમાર! પ્રભુ ! ઠાકોરજી!” વગેરે અનેક નામથી હેને બોલાવવામાં આવે છે. આમ તેઓ ભગવાનસમ પૂજાય છે. તેઓ પોતે પણ પોતાને ભગવાન તરીકે બોલતા અચકાતા નથી. એમ સાંભળ્યામાં આવ્યું છે કે કાશીવાળા રણછોડજી મહારાજ પાસે કોઈ એમ કહે કે “ભગવાન કરે તે ખરી તો તેઓ કહેતા “હમ ક્યા ભગવાન નહી હે?'
વળી એમના ગ્રંથોમાં પણ એઓ પોતાને ઉંચે ચહડાવવા ભગવદ્ સ્વરૂપ કરી અનેક સ્થળે લખે છે. કેટલાક આજુબાજુના રાખેલ,