________________
. ૧૧૬ જશે નહી એટલે તેણે પિતાની મિલ્કત વિષે આગલું શ્રીજીવાળાને કરી આપેલું વીલ રદબાતલ કર્યું અને મૃત્યુ બાદ ન્યાતને પોતાની મિલ્કત સપુરદ થાય એવું વીલ કર્યું. અને પોતાને થએલા દુઃખનું , ' તથા રદ કરેલા વીલના જાહેરનામાં ગુજરાતી પત્રોમાં છપાવ્યાં. તેમાંની એક શમશેર બહાદુર નામનાં પત્રોમાંની છપાવેલી જાહેર ખબરની નકલ આ પ્રમાણે – “શમશેર બહાદુર પત્ર, તા. ૭ મી જાનેવારી ૧૮૭૪. અમદાવાદ”
જટીશ હુ શા. રઘુનાથદાસ હરજીવનદાસ આ નોટીશથી ખબર “આપુ છું જે સંવત ૧૯૨૯ ના આશો મહીનામાં જાત્રા કરવામાં “શ્રી નાથજી દુઆર પંચ્યા એટલે શ્રી નાથજીનાં અધીકારી બાલ“કિસનદાશે હમને એકદમ પકડીને કેદ કરહ્યા. ને માસ ૧ સુધી” હમોને કેદમાં રાખ્યા ને ખાધે પીધે હેરાન કર્યા તેથી તે વિષે અમે” “અધીકારીને અરજ કરી જે અમારી શી કસુર છે ને હમોને”
છોડાવે તે અમો અમારે ઘેર જઈએ એવી રીતે જાહેર કરે.” “છતાં હમને કસુર તો કાંઈ બતાવ્યા નહીં ને કહ્યું કે અમારા” “કહ્યા પ્રમાણે દંડ આપશો ત્યારે તમારો ખુલાસે થશે નહી” “તો તમે કેદમાં ને કેદમાં હેરાન થશે ને ભુખે મરશે. એમ કરતાં ” “ઘણાં દિવસ થઈ ગયા પછી હમેને ઘણી ગભરામણ આપી ” “તેથી અમે એ રૂપે આ ૩૦૦) આપ્યા ને તેમના કહ્યા પ્રમાણે “એક દસ્તાવેજ અમારી ખુશી નહી છતાં તેમનાં કબજા નીચે પડયાથી લખી આપે છે. માટે ખબર આપું છું જે સદરહુ “લખેલા દસ્તાવેજમાં લખેલ મજકુર મારે કબુલ નથી.”
“લા, શા. રૂગનાથદાસ હરજીવનદાસ.” ઉપર લખેલા જુલ્મી વખતમાં બીચારા ગરીબ માણસોની તો કોઈ દાદ પણ લેતું નહી ને મહા દુઃખે કરી પિતાનો છુટકો કરતા. એવા અનેક જુભાટની ઉદેપુરનાં મહારાણાને જ્યારે ઘણી ર્યાદો સંભળાઈ ત્યારે તેણે તે ટીકાયતને જબરદસ્તીથી હાથ ઉઠા- .