________________
૧૧૦ રાખી અનેક પરદેશી મુસાફરે આર્યાવર્તામાં આવતા. ધર્મજ્ઞાન અને જ્ઞાનની કેટલીક શાખાઓનું મૂલ આર્યાવર્તમાં માનવામાં આવે છે. આજે હેનું દ્વીપાતંર ને રૂપાંતર થયેલું ગણાય છે. આજેયે મુસાફરીને હેતુ જ્ઞાન, વિજ્ઞાન, ધર્મજ્ઞાન ઇત્યાદિ માનસિક કે શારિરીક ઉન્નતિનો જ હોય છે. ઉત્તમ સ્થળોએ જવાથી પુરૂષોને સમાગમ થાય, વિવિધ પ્રકારનું શાસ્ત્રીયજ્ઞાન પ્રાપ્ત કરી શકાય અને જીવનને ખરો હેતુ હમજી શકાય. પ્રાચીન કાળમાં વ્યવહારના સાધન ઓછાં, અને પ્રમાણમાં બહુ ઓછાં મનુષ્ય હૈને લાભ લઈ શકે એટલે યાત્રાની મહત્વતા વધુ માનવામાં આવતી. વળી જીવનની સાત્વિકતા સાચવી શકાય એવા અનુલ સ્થાનોએ જ્ઞાનીઓ તેમજ વિદ્વાને, યોગીઓ વસતા. ત્યાં તેઓ ધમંજીજ્ઞાસુઓને ધમ, નીતિ, વૈરાગ્ય, મોક્ષ, જીવ, ઈશ્વર ઈત્યાદિ બાબતોનું જ્ઞાન આપતા. આવા સ્થળો તીર્થરૂપે ગણાતા, અને તે માટે યાત્રા કરવામાં આવતી. પણ આ માર્ગમાં તીર્થયાત્રા માટે, મોટામાં મોટાં તીર્થો તે શ્રીજીદ્વાર, શ્રી ગોકુળ, અને શરમજી ગણાય છે. હેમાં શ્રીજીદ્વાર જવું હેને ધામ કહે છે, અને ગોકુલ વગેરે જવું હેને તીર્થ કહે છે. આથી પ્રાચીન કાળમાં સંસારીઓ માટે જ્ઞાનપ્રાપ્તિ કરવા માટે તીર્થ યાત્રા જે એક શાળા રૂપે હતી તેને ઠેકાણે સેવકો અનેક રીતે બુદ્ધિહીન બની, દ્રવ્યને નાહક વ્યય કરી જાણે અનતિવર્ધક શાળાના વિદ્યાથીઓ હોય તેમ આ યાત્રાળ લેાક બને છે. આ સંબંધમાં થોડીક હકીકત લખવાથી ભોળા ભાવિક અંધશ્રદ્ધાળુને વધુ મૂખ કેમ બનાવવામાં આવે છે અને દ્રવ્યને વિના પ્રજન કેવી રીતે દુરૂપયોગ કરવામાં આવે છે તે સહમજાશે.
યાત્રા જવાની શરૂઆત પ્રથમ આવી રીતે થાય છે કે, કોઈ શ્રીમંત માણસ હોય તે સંઘ કાઢે છે, એવો સથવારો જોઈને કેટલાક મધ્યમ વર્ગના પણ કાંતિ પિતાના ઘરની સ્ત્રાઓના દબાણથી કે કાંત કેટલાક ભાવિક વૈષ્ણોના આગ્રહથી કે ભમાવ્યાથી નીકળવા મન કરે છે. કેટલાક ગરીબ માણસને તથા કેટલીક વિધવા સ્ત્રીઓને પણ આ સાથે જોઈ જવાનું મન થાય છે. આમ કર