________________
૨૦ જેઠ સુદ ૧૦ ને રોજ શ્રી ગંગાજીને પાટોત્સવ તરીકે માનવામાં આવે છે.' - ૨૧ જેઠ સુદ ૧૫ ને રોજ સ્નાનયાત્રાને ઉત્સવ કરવામાં આવે છે.
૨૨ રથયાત્રા, તે આષાડ સુદ ૧ પછી જે દહાડે પુષ્ય નક્ષત્ર હેય તે દહાડે થાય છે, એ દહાડે શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેસી ફર્યા હતા. તેથી લાકડાના ઘડાને સુવર્ણ વગેરેના સુંદર અલંકારો પહેરાવી હેને રથે જોડી તેમાં ઠાકોરજીને બેસાડે છે ને દશન ' કરાવવામાં આવે છે.
૨૩ આષાડ સુદ ૬ ને દિવસે કસુંબા છઠ આવે છે.
૨Y આષાડ સુદ પૂર્ણિમાં તે કચેરી પૂનમ. કચેરીને ભેગ ધરાવવામાં આવે છે.
૨૫ આષાઢ વદ ૧ ને દિવસે મૂતિને હિંડોળામાં ઝુલાવે છે, કારણ કે એ દિવસે શ્રી કૃષ્ણ કુંજ બાંધીને હીંડોળે ઝુલ્યા હતા.
૨૬ શ્રાવણ સુદ ૩ ને દિવસે ઠકુરાણી ત્રીજને ઉત્સવ આવે છે.
૨૩ શ્રાવણ સુદ ૧૫ ને દિવસે પવિત્રા એકાદશીનો ઉત્સવ આવે છે. વલ્લભાચાર્યજીએ શ્રી ઠાકોરજીની સ્તુતિ કરી તેથી ઠાકોરજી હેની પાસે પધાર્યા. પછી શ્રી વલ્લભાચાર્યું તેની પાસે પવિત્રાં , અને સાકર ધરાવ્યાં.
૨૮ શ્રાવણ સુદ પૂર્ણિમા, રાખડી પૂર્ણિમાં, રક્ષાબંધન, ૮ ને દિવસથી શ્રી ઠાકોરજીને રાખડી બાંધવામાં આવે છે, અને ઉત્સવ માનવામાં આવે છે. “સખી બાંધત યશોદા મૈયા” અર્થાત કૃષ્ણને યશોદાજીએ રાખડી બાંધેલી હતી.
, ઇત્યાદિ ઇત્યાદિ ઉત્સવ માનવામાં આવે છે. તદુપરાંત જીવતા મહારાજના જન્મ દિવસેને પણ ઉત્સવ તરીકે ગણવામાં આવે છે. આ દિવસેમાં વિવિધ પ્રકારના સારાં સારાં મિષ્ટાન બનાવવામાં આવે છે અને આનંદપૂર્વક મુખ્ય કરી ખાનપાનમાંજ વખત ગુજારવામાં આવે છે. વળી તે ઉપરાંત કેટલાએક ઉત્સવોને દિવસે મંદિરમાં
મતિની આગળ અનેક પ્રકારે નાચ રંગ ને ચેષ્ટાઓ કરવામાં આવે છે, . તે સર્વ અહીં લખવું મુનાબ નથી. ઘણીવાર આ સ્થળે માત્ર