________________
કિંઠે ગાય છે કે “શ્રી લક્ષ્મણ ભટ્ટજી ગૃહે એ કુળ દીજી
જેને ત્યાં શ્રી વલ્લભ જેવા દીવા પ્રગટયા) જહેને પુષ્ટી માર્ગના ગ્રંથમાં પ્રશંસા કરી સાતમે આસમાને ચઢાવવામાં આવ્યા છે એવા આ શ્રી લક્ષ્મણ ભટ્ટની જીવનલીલાની ટુંક રૂપરેખા છે.
ઉક્ત કથનની સત્યતા સંબંધી શંકા કરવાનું કંઈ કારણ નથી. એ કેવળ તકથી યોજાયેલું કે પ્રમાણશન્ય નથી. અનેક અન્ય પુસ્તકોને આધારે આ ચારિત્ર વિવેચન કરવામાં આવ્યું છે.
૧ તે વખતે ચિપ, જગજીવન, તથા દામોદર સ્વામિ વિગેરે કેટલાક સન્યાસીઓ તથા બીજાઓ થઈ ગયા છે, આમાંના જગજીવન તથા દાદર તે એમનાજ અનુયાયીઓ હતા, પણ પાછળથી તેઓ એમનાં કેટલાંક પાખંડ તથા અનીતિ જોઈ જુદા પડયા હતા. હેમણે પાખંડત્પત્તિ, પુરાતન કથા તથા પાખંડ ખંડન નાટક વગેરે ઘણું પુસ્તક લખેલાં છે, હેમાં એમની યથાસ્થિત ઉત્પત્તિ લખેલી છે.
૨ વળી એ લેકે મુળ તે શેવ ધમાં હતા હૈનો ત્યાગ કરી બીજાને આશ્રય કરવો પડે, અને પિતાને તૈલંગ દેશ છોડી આ પ્રમાણે ગોકુળ-મથુરામાં જઈને વસવું પડયું. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે દૂર જઈ વસવાથી પિતાની સર્વ હકીકત ત્યાં છૂપી રાખવાનું સુગમ પડે છે, તેથી તેમ કર્યું તેવું જોઈએ.
૩ વળી હાલના તેલંગા બ્રાહ્મણોની સ્થિતિ જોઈએ અને હેમનાં આચરણે જોઈએ તે હેમની બહુ અધમાવસ્થા જણાશે. વધુ શું કામ? એકજ દષ્ટાંત બસ થશે. ગ્રહણ સમયે અત્યજ અને ઢેડની માફક તેઓ અને તેઓની સ્ત્રીઓ સુદ્ધાં ભીખ માગવા નીકળી પડે -- છે એટલું જ નહીં પણ તે વખતે તો સ્પર્શાસ્પર્શને સર્વ ભેદ ભુલી વસ્ત્રદાન લેવા ચુકતાં નથી. આવા એ છે ખરા છતાં તેઓ પણ હજી આ વલ્લભ કુળવાસીને પોતાની કન્યા પાણિગ્રહણ માટે આપતા નથી, અને તેથી આ વંશજોને હજારો રૂપિયા ખચી તૈલંગ દેશમાંથી કન્યા વેચાતી લઈ આવવી પડે છે, અને હેની પિતાને દેશ આવી લગ્નક્રિયા કરવી પડે છે. આ છોકરી સાથે પછી