________________
૫૩
રિયાદોના નિકાલ ( Redress of grievances) થાય તે તેને નાણું “મળે, એ સૂત્ર પણ હવે ધીમે ધીમે સ્વીકારાયું. નાણું જે પ્રયેાજન માટે અપાયું હાય તે જ પ્રયોજન માટે તેના ઉપયોગ હવે થવા માંડયા. કેટલાક લેખકા રાજાની સત્તા પ્રજાને લીધે છે એમ હવે કહેવા લાગ્યા. પાર્લમેંટ -જેમ રાજા સામે પોતાના હૂકા સ્થાપિત કર્યાં તેમ પોપ સામે પણ પોતાની સ્વતંત્રતા સ્થાપિત કરી. પાર્લમેંટના દબાણથી પોપ ઇંગ્લેંડના ચર્ચની છવાઈ આ (Benefices) પરદેશીઓને આપતા બંધ થયા. ચર્ચની અદાલતાના ફેસલા વિરુદ્ધ અપીલેા પાપની અદાલતેમાં થતી તે સામે પણ રાજા તે પ્રજા એક થયાં. રામના પાપના તમામ ધારણ વિરુદ્ધ આ વખતે ઇંગ્લંડમાં મોટા વિરોધ પ્રકટી નીકળ્યા તે તે વિરોધની આગેવાની સર્ડના એક વિદ્વાન જ્હાન વિક્લિક (John Wyoliff)ના શિર ઉપર આવી. લૅંગલેંડના (Langland) Vision of Piers Ploughman નામના પુસ્તકમાં એ વિરાધ ચોખ્ખા જણાય છે. પાર્લમેંટ આટલેથી અટકી નહિ. ઇ. સ. ૧૩૧૬ની Good Parliament—ભલી પાર્લમેંટે રાજાના વિશ્વાસુ નાકરા ઉપર આરોપો મૂકી તેમને સજા કરાવી, તે રાજાની માનીતી રખાતને દરબારમાંથી કાઢી મુકાવી. પરિણામે રાજાના પુત્ર જ્હાન આવ્ ધાન્ટ (John of Ghaunt), ડયુક ઑવ્ લૅન્ચેસ્ટરે ને તેના મિત્રાએ પાર્લમેંટના આગેવાનને કેદ કર્યા. રાજાપ્રજા વચ્ચેની તકરાર ભયંકર થઈ પડત; પણ ઇ. સ. ૧૩૭૭ના જુન માસમાં વૃદ્ધ ને સ્વાર્થી રાજા મરી ગયા, એટલે થેાડા વખત માટે તે દેશમાં શાંતિ ટકી રહી.
પ્લેગ (Black Death), ઇ.સ.૧૩૪૮-૪૯.-ઇ.સ. ૧૩૪૮માં ઈંગ્લેંડમાં પ્લેગ ફાટી નીકળ્યેા. તે લગભગ બે વર્ષ સુધી રહ્યો. દેશની અરધી વસ્તી આ ભયંકર રોગથી મરી ગઈ. સુધડતા, આરોગ્ય, વૈદક અને ચોખ્ખાઈની કિંમત એ વખતના લોકો ખીલકુલ સમજતા નહિ. પ્લેગને લીધે મજુરા ઓછા થઈ ગયા, મજુરીના દર વધ્યા તે મોંધવારી થઈ ગઈ. કેટલાએક “ઉભડ” ખેડુતો ખૈરનેથી સ્વતંત્ર થયા ને એક થઈ પોતાની સ્થિતિ સુધારવા મહેનત કરવા લાગ્યા. પરિણામ આગળ ઉપર જોઈ શકાશે.