________________
સમિતિએ ઓકસફર્ડ મુકામે રાજા સાથે કરાર કર્યો. શરત પ્રમાણે રાજાએ કારભાર ચલાવવાનું કબૂલ્યું. કારભાર કરવા માટે બે સંસ્થા ઉભી કરવામાં આવી-(૧) રાજાએ ને બરોએ નીમેલી પંદર જણાની એક નાની સમિતિ; આ મંડળ પાસે બધે કારભાર રાખવામાં આવ્યો. (૨) પાર્લમેટ. બધા બેરને આ સંસ્થામાં પંદર પ્રતિનિધિઓ મેકલે ને તેઓ દર વર્ષે ત્રણ વાર કારભારી મંડળને મળી કારભાર તપાસે, એમ ઠરાવવામાં આવ્યું.
બૈરનેએ હવે રાજ્યતંત્ર પિતાના હાથમાં લીધું. તેમણે પરદેશીઓને રજા આપી, પાટવી કુંવર એડવર્ડના દબાણથી ખેડુતોને કેટલાક હકે આપ્યા, ને ક્રોસ સાથે સુલેહ કરી. પણ રાજા પાછો સામે . તેથી બૈરનો વચ્ચે ને રાજા વચ્ચે લડાઈ શરૂ થઈ મૉટફર્ડ બૅરની આગેવાની લીધી. બંને પક્ષે ક્રાંસના રાજા નવમા લૂઈને પંચ તરીકે નીમે. પણ પંચે રાજાના લાભમાં ફેસલો આપ્યો તેથી લડાઈ પાછી શરૂ થઈ. મૉટફર્ડને પક્ષ નબળો પડતે જતો હતો, છતાં તેની ધીરજ ડગી નહિ. રાજા હારી ગયે; પરિણામે મૉટફર્ડના હાથમાં આખું રાજ્યતંત્ર આવ્યું, ઈ. સ. ૧૨૬૪.
“પાર્લમેંટ”; મૉટફર્ડનું મરણ; હેનરિને અંત–મૉટફડે હવે રનને, બિશપને તે ઉપરાંત દરેક પરગણામાંથી ચાર પ્રતિનિધિઓને દેશના કારભાર ઉપર વિચાર કરવા “પાર્લમેંટ”માં બેલાવ્યા, ને તે સંસ્થા પાસે રાજ્યતંત્ર ઉપર તૈયાર કરેલી પિતાની યોજના તેણે રજુ કરી. એ જના મંજૂર થઈ હતી તે રાજાની સત્તા એકદમ પડી ભાંગત ને મેટફર્ડ પોતે રાજ્યને ધણી થઈ પડત. ઈ. સ. ૧૨૬પમાં તેણે જે પાર્લમેટ બોલાવી તેમાં શહેરોના ને કસબાઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. દરમ્યાન લડાઈ પાછી શરૂ થઈ. પાટવી કુંવર એડવર્ડ મૉટફર્ડના કબજામાંથી સટકી ગયે. સાઈમનના કેટલાક મિત્રે પણ રાજાને જઈ મળ્યા. મૉટફર્ડ પોતે માર્યો ગ, ઈ. સ. ૧૨૬૫. લડાઈ ઠેઠ ઈ. સ. ૧૨૭૦ સુધી ચાલી. પણ બધે - હવે રાજાના કે એડવર્ડના પક્ષને વિજય થશે. એડવર્ડ પોતે જેરુસલેમ ગયે; પણ દરમ્યાન વૃદ્ધ રાજા હેનરિ મરી ગયે તેથી તેને ઈગ્લેંડ પાછું આવવું પડયું, નબર, ઈ. સ. ૧૨૭૨.