________________
૩૧
કર્યો. આ વખતે હરિએ પોતાના પુત્રના રાજ્યાભિષેક કરવાના વિચાર કર્યાં. તે પ્રસંગ ઉપર જેકેટની હાજરીની જરૂર હતી; છતાં તેની ગેરહાજરીમાં રાજાએ બધી ક્રિયા કરાવી. પછી તેણે એકેટ સાથે ઉપર ઉપરથી સમાધાની કરી. બેકેટ ઈંગ્લેંડ આવ્યા, પણ તે પહેલાં તેણે પેપની રજાથી રાજ્યાભિષેકની ક્રિયાઓમાં જે બિશપેએ ભાગ લીધો હતા તેમને બધાને ધર્મપાર કર્યો. રાજા આ વખતે ક્રાંસમાં હતા. તેને આ વાતની ખબર પડી ત્યારે તેના ગુસ્સાને પાર રહ્યા નહિ. આવેશમાં તે એલી ઉડ્ડયા:–“મારી પ્રજા બાયલી છે તે તેનામાં કાંઈ પાણી નથી. તે પેાતાના રાજાનું કહ્યું પણ માનતી નથી તે મને એક હલકા બિશપ (એકેટ) પાસે હાંસીપાત્ર કરે છે.” ચાર નાઈ ટા (Knights) એ વખતે હાજર હતા. હેરિના વિચાર કાંઈ એકેટનું ખૂન કરાવવાના નહોતા; પણ પાસે ઉભેલા લોકો એમ માની બેઠા કે બેકેટને મારી નાખવા જોઈ એ. તે કૅન્ટરબરિ ગયા. ત્યાં તેમણે એક અંધારી રાત્રે એકેટના ઘરમાં ઘુસી તેનું ભયંકર રીતે ખૂન કર્યું, ડિસેમ્બર, ઇ. સ. ૧૧૭૦, એકેટનું ખૂન થયું. તે વાત યુરોપમાં ઘેરઘેર ફેલાઈ. લોકાએ રાજાને ફીટકાર આપ્યા. એકેટ શહીદ થયા. રાજાએ પોતાની નિર્દોષતા જાહેર કરી. પણ યુરોપના રાજા ને રામતો પાપ તે કેમ માને? તેથી રાન્તએ ખૂનનું ભયંકર પ્રાયશ્ચિત કર્યું. ઉન્નાડે પગે, રાજાને પોશાક ઉતારીને, સાદે વેશે તે બેકેટની કબર પાસે ગયા. અમીરા, પ્રધાનો ને બિશપો પણ સાથે હતા. કબર પાસે દરેક બિશપે રાજાને ખુલ્લા ખભા ઉપર તેની પરવાનગીથી કારડા માર્યા. પછી આખી રાત ખાધા સિવાય તે ત્યાં પડી રહ્યા, ને જીજ્યે ત્યાં સુધી ચર્ચને તેણે કોઇ દિવસ સતાવ્યું નહિ. આવી રીતે તે વખતે બિશપે આપખુદ સત્તાના ઉપયોગ કરતા: તેએ ભલભલા રાજાને પણ ઉભે પગે રાખતા.
આયર્લેડ જીતાયું. બાપદીકરાઓ વચ્ચે તકરાર. ફ્રાંસ. રાજાનું મૃત્યુ.—હેન રિને યુરોપમાં મહાન રાજા તરીકે ખપવું હતું. નામિડના ડયુક તરીકે તેને ક્રાંસના રાજાની તાબેદારી ઉઠાવવી પડતી તે તેને ગમતું નહિ. તેથી તેણે ક્રાંસની સત્તાને ઓછી કરવા મહેનત કરી. પોતાના પુત્રનું સગપણ તેણે ફ્રાંસના રાજાની કુંવરી સાથે કર્યું ને ફ્રાંસના શહેર