________________
કિલમેલ્યુ, નિદિ, ને પ્રેસિડંટ વિલ્સન આ સમાધાનીમાં મુખ્ય હતા. કેસર દેશપાર થયો; તેના બીજા સહકારી રાજાઓ પણ દેશપાર થયા; પ્રાંસને આલ્સાસ ને લૉરેનના પ્રાંતો પાછા મળ્યા; જર્મનિના કાફલાને ડૂબાડી દેવામાં આવ્ય; તેનાં લશ્કરોને ઘટાડી નાખવામાં આવ્યાં પલંડ, સ્લોવેકિઆ, યુગોસ્લાવિઆ, હંગરિ, ને ઑસ્ટ્રિઆનાં નવાં રાજ્યો ઉભાં કરવામાં આવ્યાં; ઈટલિને ટ્રસ્ટનો પ્રાંત મળે; સ્ટ્રિઆ-હંગરિનું સામ્રાજ્ય વીંખાઈ ગયું; ડેન્માર્કને વિગ મળ્યું; જર્મનિનાં સંસ્થાને લઈ લેવામાં આવ્યાં; કિયાઉ–ચાઉ(Kiaochow)જાપાનને પેસિફિકના ટાપુઓ ઑસ્ટ્રેલિઆને, અને પૂર્વ ને પશ્ચિમ આફ્રિકા દક્ષિણ આફ્રિકાને મળ્યાં; રૂમૅનિઆને ટ્રાન્સિલૅનિઆ મળ્યું ગ્રીસને એશિઆ માઈનરમાં થોડીક જમીન મળી; કાંસે સિરિઆ લીધું; ઈગ્લડે પેલેસ્ટાઈનને મેસોપોટેમિઆ-ઈરાક-લીધાં; જર્મનિએ મોટો દંડ ભરવાનું ઠર્યું. નાનાંમોટાં રાજ્યોનું એક આંતર રાષ્ટ્રીય રાજમંડળ (League of Nations) થયું. તેમાં પ્રેસિડન્ટ વિલ્સન ખાસ મુખી હતો. Mandatory States-ની નવી યોજના તૈયાર થઈને દુશ્મને પાસેથી જે જે દેશને મિત્રરાજ્યોએ લીધા તે માટે તેમણે પોતાની બાહેંધરી આ લીગને આપી.
રશિઆની જુની સલ્તનતના પણ કટકા થઈ ગયા. બિસેરેબિઆ રૂમૅનિઓએ લીધું; ફિનલેંડ, લેન્દ્રિઆ, લિનિઆ, ઇસ્ટ્રિઆ ને યૂકેઈનનાં નોખાં રાજ્યો થયાં. રશિઆની સરકારે ઈરાન, ચીન ને અફઘાનિસ્તાન ઉપરના જુના હકો જતા કર્યા; બોખારા, આર્મિનિઆ, વગેરે પ્રદેશમાં મહાજનસત્તાક રાજ્યો ઉભાં થયાં. ચીનમાં પણ જુની શહેનશાહત નાશ પામી. તુર્કીએ ઈસ્તંબૂલથી અંગારા રાજધાની કરી, સુલતાનને કાઢી મૂક્યો, ને મહાજનસત્તાક રાજ્ય સ્થાપ્યું; સુલતાને ખલીફાને હોદો છેડી દીધે; મુસ્તફા કમાલ આ નવા રાજ્યને મુખી થશે.
લડાઈ હવે ન થાય તે માટે લીગ ઑવ્ નેશન્સ ખાસ પ્રયત્ન કરે છે. ભવિષ્ય અચોક્કસ છે.
આયલેંડ, આકા –ઈ. સ. ૧૮૧૬માં આયડે ઈગ્લેંડ સામે બળવો કર્યો. લડાઈ પછી આયર્લંડને “સ્વરાજ્ય ” આપવામાં આવ્યું, પણ 1. ૨૭