________________
૪૦૧
કાવ્યકળામાં પ્રસિદ્ધિ પામ્યાં. મૅથ્ય આરનેલ્ડ (Mathew Arnold)-જન્મ ઈ. સ. ૧૮૨૨-કવિ, લેખક, અને ટીકાકાર હતા. સ્વિનબર્ન (Swinburne) --ઈ. સ. ૧૮૩૭–૧૯૦૮-પણ ઘણો લોકપ્રિય કવિ હતો. મોરિસ રાજ્યસત્તાવાદી (Socialist) કવિ હતા. નવલકથાના લેખકોમાં ડિઝરાઇલિએ રાજકીય પ્રશ્નોને વાર્તાના રૂપમાં પ્રજા સમક્ષ મૂક્યા. લોર્ડ લિટન-ઈ. સ. ૧૮૦૪–૧૮૪૩ને ઠેકરે (Thackeray) નવલકથાઓ, નાટક ને ઐતિહાસિક વાર્તાઓ લખી ગયા છે. ચાર્લ્સ ડિકન્સ Charles Dickens)-ઇ. સ. ૧૮૧૨-૭૦નામના લેખકે અંગ્રેજી સાહિત્યને નવો જ રંગ આપ્યો. તેણે પોતાની વાર્તાઓમાં à Guy (Pickwick Papers, Oliver Twist, David Commerfield) વગેરેમાં મધ્યમ વર્ગનાં ને ગરીબ માણસોનાં જીવનનાં સુંદર ને રમુજી ચિત્રો આપ્યાં છે. કેટલીક સ્ત્રીઓએ પણ સારી સામાજિક વાર્તાઓ લખી. ઉદાહરણમાં શારલોટ બ્રૉન્ટ (Charlotte Bronte), મેરિઅન Salbrit (Marian Evans), golo 242 (Gcorge Eliot), મિસિસ ગૅકેલ (Mrs. Gaskell), વગેરે. ચાર્લ્સ ને જેઈમ્સ કિંસલી (Kingsley) નામના બે ભાઈઓ ઈતિહાસ, રાષ્ટ્રહિત, ધર્મ, વગેરે ઉપર લખી ગયા છે. ચાર્લ્સ કિંગ્સલી Westaudard Ilo ની ઇલિઝાબેથના વખતની ઐતિહાસિક કથા મૂકી ગયો છે. જ્યોર્જ મેરેડિથ (Meredith)ને Thomas Hardy–હાર્ડિ, એ બીજા પ્રસિદ્ધ લેખકો, નાટકકારો અને કવિઓ થઈ ગયા. ટૉમસ બંગ્ટન મેકોલે-ઇ. સ. ૧૮૦૦-પ-નિબંધલેખક, ઇતિહાસલેખક ને કવિ થઈ ગયો. તેના મિલ્ટન વગેરે ઉપરના નિબંધો, તેને ઈંગ્લંડન ઈતિહાસ (ઇ. સ. ૧૬૮૮–૧૭૭૨) અને તેની કેટલીક કવિતાઓ હજુ પણ આપણી નિશાળોમાં ને કૉલેજોમાં રસથી વંચાય છે. તે હિગ અથવા લિબરલ પક્ષને હતો ને તેથી તેનાં લખાણમાં હિંગ પક્ષની દૃષ્ટિથી દરેક બાબત ઉપર વિચાર કરવામાં આવ્યો છે. ટૉમસ કાર્લાઇલ પધાત્મક ગધમાં French Revolution, Sartor Resartus, Letters and Speeches of Oliver Cromwell, Frederick the Great, Past and Present, Heroes and Hero-Worship cuidt