________________
૩૮૮
તેથી કાળા સમુદ્રમાં પિતાને હક સાબુત કર્યો. આ પ્રશ્નમાં પણ ગ્લૅડસ્ટને નબળાઈ બતાવી. જાહેર પંચના લવાદ ઉપર “આલબામા”ના સવાલનો કડ કરવામાં આવ્યા ને ઈંગ્લડે અમેરિકાને લગભગ ૧ કરેડ પેડનો દંડ ભર્યો. આ બાબત ઉપર પણ અંગ્રેજો લિબરલ ઉપર ચીડાઈ ગયા. લૅડસ્ટન પરદેશખાતા ઉપર બહુ નજર ન રાખતે. યુરેપની પરિસ્થિતિને વિચાર કરતી વેળા તે મોટું જોખમ લેતાં અચકાતો, ને લડાઈના ખર્ચથી ડરી જઈ હંમેશાં પર રાજ્ય સાથેના વ્યવહારમાં ઈંગ્લેંડનું હિત બરાબર જાળવી શક્તા નહિ.
ડિઝરાઇલિ–ઉપરનાં પૃષ્ઠોમાં આપણે ઘણી વાર ડિઝરાઈલિ વિષે જોઈ ગયા છીએ. ઈ. સ. ૧૮૭૪માં તે કૉન્ઝર્વેટિવ પક્ષના આગેવાન તરીકે મુખ્ય પ્રધાન થયો ને ઇ. સ. ૧૮૮૦ સુધી તે હોદા ઉપર રહ્યો. એ વખત દરમ્યાન તેણે કૉન્ઝર્વેટિવ પક્ષને નવો ઓપ આપ્યો અને કેટલાંક વર્ષો સુધી તેણે નક્કી કરી રાખેલાં સૂત્ર ઉપર જ કૉન્ઝર્વેટિવએ બ્રિટિશ સામ્રાજ્યનો કારભાર ચલાવ્યું. એ કારણોથી ડિઝરાઈલિ અથવા લૉર્ડ બીકન્સફીલ્ડનું પૂર્વ ચરિત્ર તપાસવાની અહીં ખાસ જરૂર છે.
બેન્જામિન ડિઝરાઈલિના બાપદાદાઓ યાહુદીઓ હતા ને સ્પેઈનના વતની હતા, પણ ત્યાંના ખ્રિસ્તી રાજાના ઝનુની અમલથી કંટાળી તેઓ વેનિસમાં રહેવા ગયા. અઢારમી સદીની આખરમાં આ યાહુદી કુટુંબ લંડન આવ્યું. બેન્જામિનના બાપ આઈઝાકે પિતાના બાપદાદાને ધર્મ તજી
ધો ને ઇંગ્લંડના ચર્ચને પંથ સ્વીકાર્યો. તે કવિ, લેખક ને નવલકથાકાર હતે. બેન્જામિન તેને બીજો પુત્ર થાય. તેને જન્મ ઈ. સ. ૧૮૦૪ના ડિસેંબર માસમાં થયો હતો. જન્મે તે યહુદી હતો તેથી કેળવણીની સંસ્થાઓમાં તેના ઉપર ઝાઝું લક્ષ આપવામાં આવ્યું નહિ; પણ બેન્જામિન પિતે ચાલાક, કડક, ઉદ્ધત, ટીખળી, મિથ્યાભિમાની, ને ખુમારીથી ને નવા નવા વિચારોથી ખૂબ ભરેલો હતો. પોશાકમાં તે હંમેશાં ફાંકડે રહેતો-ઓળખીતાઓ એના દરબારી ને ભપકાદાર કપડાં જોઈ ખૂબ હસતા. ઈ. સ. ૧૮૨૧માં તે એક સૉલિસિટરની ઓફિસમાં કારકુની કરવા દાખલ થયે. વીસ વર્ષની ઉંમરે તેણે Voium Greg નામની અદ્દભુત અને નવીન વિચારોથી