________________
૩૮૦.
વર્ષમાં સામાજિક સુધારાઓ પણ સારી રીતે થયા. પ્રજાના પરસ્પર વ્યવહારમાં રાજ્ય જેમ બને તેમ ઓછું દરમ્યાન થવું જોઈએ એ જુને વ્યક્તિવાદ (Individualism) હવે નબળો થઈ ગયો. તેને બદલે પ્રજાહિતની સર્વ પ્રવૃત્તિઓ રાજ્ય જ હાથમાં લઈ લેવી જોઈએ એ રાજ્યસત્તાવાદ (Socialism) લોકપ્રિય બને. તેનાં પરિણામે વીસમા–ચાલુસૈકાની શરૂઆતમાં જ આપણે જોઈ શકીએ છીએ; પણ તેનો પાયો ઓગણીસમી સદીનાં છેલ્લાં ત્રીસ વર્ષમાં નંખાયો હતો.
રસલ, ઈ. સ. ૧૮૬૫-૬૬.–પામરસ્ટનના ભરી ગયા પછી રસલ જુના મંત્રિમંડળનો મુખ્ય પુરુષ થયો. જામકાના સંસ્થાનના હબસીઓએ આ વખતે બળવો કર્યો. ગવર્નર Eyre-આયરે લશ્કરી કાયદો (Martial law) જાહેર કર્યો ને ઘણા નિરપરાધી માણસોને ફાંસી અપાવી દેશપાર કર્યા અને બીજી કડક સજાઓ કરાવી. રસલે આ વિષયમાં ઘણી જ બેદરકારી બતાવી. પામરસ્ટન હાઉસ ઑવ્ કોમન્સના બંધારણમાં સુધારો કરવાની વિરુદ્ધ હતા. જ્યાં સુધી તે મુખ્ય પ્રધાન હતો ત્યાં સુધી સુધારાના પક્ષકારો પરાણે ચૂપ થઈ બેસી ગયા હતા. રસલ સુધારક હતે; તેથી હવે તેઓએ પાછો એ સવાલ હાથમાં લીધે. પણ મંત્રિમંડળમાં જ ને પાલર્મેટમાં સુધારાના વિરોધીઓ ઘણુ હતા, તેથી રસલ હારી ગયો ને ડબ મુખ્ય પ્રધાન થયો, જુન, ઈ. સ. ૧૮૬૬. પણ તે વૃદ્ધ ને અશક્ત હતો તેથી ઈ. સ. ૧૮૬૮માં તેના નિવૃત્ત થવાથી ડિઝરાઈલિ મુખ્ય સત્તા ઉપર આવ્યો.
ડબીનું મંત્રિમંડળ, ઈ. સ. ૧૮૬૬-૬૮, ડિઝરાઈલિનું રિફૉર્મ બિલ, ઇ. સ. ૧૮૬૯ –રસલે હાઉસ ઑવ્ કૉમન્સના બંધારણના સવાલ ઉપર રાજીનામું આપ્યું પણ તે બાબત હવે પ્રજામાં ઘણી જ ચર્ચાવા માંડી. ઇંગ્લંડમાં કામદા(ગા)ર લોકોએ તેફાને કર્યો. બ્રાઈટ જેવા ધુરંધર વક્તાઓએ તે પ્રશ્ન પિતાને કર્યો, તેથી ગમે તેમ પણ હવે તેને નિકાલ કરવાની જરૂર હતી. લૉર્ડ ડર્બીના છેલ્લા (ત્રીજા) કારભાર વખતે ડિઝરાઇલિ હાઉસ ઑવ્ કૉમન્સને-લીડર–આગેવાન હતો. તેણે સુધારાને કાયદો પસાર કરાવ્યો, ઑગસ્ટ ઈ. સ. ૧૮૬૭. નવા કાયદાથી હાઉસ